________________
ગાથા – ૭૬ ]
[૩૦૩
હું ફરીફરીને નમું છું. અંદર આનંદસ્વરૂપમાં રમણતારૂપ ચારિત્ર એ જૈન ચારિત્ર છે એમ પરમેશ્વરે કહ્યું છે અને તેને હું ફરીફરીને નમું છું. પોતે શ્રી પદ્મપ્રભમલધારિદેવ પણ મુનિ (-ચારિત્રવંત) છે અને તેઓ આ શ્લોકનો આધાર આપીને કહે છે કે આવા ચારિત્રને મારું વારંવાર નમન છે, સ્તવન છે. જો કે મને (-મુનિને) ચારિત્રનું પરિણમન તો છે, પણ હવે વિશેષપણે તેમાં નમું છું (-સ્થિરતા પ્રગટ કરું છું).
અહા ! કરવાનું તો આ છે. માર્ગ-વસ્તુ તો આ છે. પણ અરે! હજુ જે કરવાનું છે તે રહી જાય છે અને ન કરવાનું તે (-અજ્ઞાની) કરે છે! થઈ રહ્યું. (અમૂલ્ય) ભવ ગુમાવે છે. અરે! હજુ તો આવી વસ્તુ (-આવું વસ્તુસ્વરૂપ) છે એવી શ્રદ્ધા કરવામાંય તેને પરસેવો ઉતરે છે. ‘નહીં, નહીં, અત્યારે તો વ્યવહાર (રાગ) જ હોય, શુદ્ધતા (-નિશ્ચય) ન હોય' એમ અજ્ઞાની કહે છે. લ્યો ઠીક, પણ ભાઈ! જે અત્યારે શુદ્ધતા (-નિશ્ચય) ન હોય તો અર્થાત્ શુદ્ધ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ન હોય તો શુભભાવને વ્યવહાર પણ કહેવામાં આવતો નથી. નિશ્ચય હોય તો જ શુભભાવને વ્યવહાર કહેવામાં આવે છે. અરે! અજ્ઞાની પોતે પોતાને છેતરે છે અને છતાં માને છે કે અમે કાંઈક લાભમાં છીએ. શું થાય? (એને કોણ સમજાવે?) આમ ને આમ અનાદિથી જગત લુંટાણું છે!
અહીં કહે છે કે આવું જૈનનું ચારિત્ર છે અને તે જૈન ચરણને એટલે કે ભગવાને કહેલા ચારિત્રને અહો! હું ફરીફરીને નમું છું.
છે
શ્લોક - ૧૦૭ ઉપરનું પ્રવચન
ઉપરમાં શ્લોક હતો તે “માર્ગપ્રકાશ'નો હતો. તેનો આધાર આપીને (શ્રી પદ્મપ્રભમલધારિદેવે) કહ્યું કે “માર્ગપ્રકાશ'ના કર્તા પણ ચારિત્રને નમે છે અને હું પણ ચારિત્રને નમું છું). હવે (મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવનો) પોતાનો શ્લોક છે:
આચાર્યોએ શીલને (-નિશ્ચયચારિત્રને) મુક્તિસુંદરીના અનંગ (-અશરીરી) સુખનું મૂળ કહ્યું છે.' આચાર્યોએ આત્માના આનંદસ્વરૂપમાં રમણતારૂપ ચારિત્રને પરમાનંદની પ્રાપ્તિ એવી મુક્તિના અંગ વિનાના – અશરીરી - આત્મિક - સુખનું મૂળ કહ્યું છે. લ્યો, ચારિત્રનું ફળ મુક્તિ છે એમ કહે છે. સ્વરૂપનું સમ્યગ્દર્શન, સ્વરૂપનું