________________
ગાથા – ૬૫].
[૧૫૭
(શ્લોકાર્થ:-) સમિતિની સંગતિ દ્વારા ખરેખર મુનિ મન-વાણીને પણ અગોચર (-મનથી અચિંત્ય અને વાણીથી અકથ્ય) એવું કોઈ કેવળસુખામૃતમય ઉત્તમ ફળ શીવ્ર પામે છે. ૯૦.
હું ગાથા - ૬૫ ઉપરનું પ્રવચન કર્યું આ, મુનિઓને કાયમળાદિત્યાગના સ્થાનની શુદ્ધિનું કથન છે.” આ, કામમળાદિત્યાગના અર્થાત્ દિશા-જંગલ જવું આદિના સ્થાનની શુદ્ધિનું કથન છે. શુદ્ધનિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી અન્નગ્રહણરૂપ પરિણતિ નથી.”
જુઓ, મૂળ-પહેલી વાત આ કરે છે કે શુદ્ધનિશ્ચયથી આત્માને દેહ છે નહીં. તેથી અન્ન ગ્રહવાનો વિકલ્પ પણ આત્માને છે નહીં, આત્મામાં તેવો વિકલ્પ છે જ નહીં. વસ્તુની શુદ્ધદષ્ટિ અને શુદ્ધપરિણતિમાં અન્ન લેવાનો વિકલ્પ જ નથી. જીવને અન્નગ્રહણરૂપ પરિણતિ નથી' એમ કહેતાં અન્નગ્રહણ કરવાનો વિકલ્પ જ વસ્તુમાં (જીવદ્રવ્યમાં) ક્યાં છે? એમ કહે છે.
મળમૂત્રાદિના ત્યાગના કાળમાં પાંચમી સમિતિરૂપ શુભરાગ વ્યવહારથી જીવને હોય છે. પણ નિશ્ચયદષ્ટિમાં તો એ રાગ જીવને છે નહીં. કેમ કે શુદ્ધનિશ્ચયથી જીવને દેહ જ નથી તો પછી મળમૂત્રનો ત્યાગ કરવો એ પણ છે નહીં. જડદેહ રહિત જેને જ્ઞાનવિગ્રહ છે – જેને જ્ઞાન ને આનંદરૂપ શરીર છે – એવા શુદ્ધસ્વરૂપ આત્માને આ જડ શરીર જ નથી તો પછી “એ શરીરના મળમૂત્રને ત્યાગવા છે' એવા વિકલ્પરૂપ પરિણતિ પણ ખરેખર તેને નથી. જુઓ, આ વાત ચાલે છે પાંચમી સમિતિની અર્થાત્ કાયાના મળમૂત્રના ત્યાગની. તેથી આ વાત જેને એવા વિકલ્પનો કાળ હોય તેના માટે છે. છતાં અહીં પ્રથમ વસ્તુસ્થિતિની વાત કરે છે કે વસ્તુસ્થિતિમાં – જીવના સ્વભાવમાં – મળમૂત્રના ત્યાગનો વિકલ્પ જ નથી.
અંતરમાં ચિદાનંદ ભગવાન આત્મા પરમ અતીંદ્રિય આનંદની કાતળી છે અને તેના રસને ચૂસે તે મુનિ છે. અહા! મુનિ તો અતીન્દ્રિય આનંદના ચૂસનારા છે. જેમ લોકો શેરડીનો રસ ચૂસે છે ને? તેમ ખરેખર મુનિ-સંત તો અતીન્દ્રિય આનંદરસકંદ પ્રભુ ભગવાન આત્મામાં