________________
૨૯૦].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શોભારૂપ કોમળ કેસરના રજ-પુંજના સુવર્ણરંગી અલંકારને (કેસર-રજની કનકરંગી શોભાને) અવલોકવામાં કૌતૂહલબુદ્ધિવાળા તે બધાય સાધુઓ હોય છે (અર્થાત્ પૂર્વોક્ત લક્ષણવાળા, મુક્તિસુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાય સાધુઓ હોય છે). (હવે ૭૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે.)
(ગાય) भविनां भवसुखविमुखं त्यक्तं सर्वाभिषंगसंबंधात् ।
मंक्षु विमंक्ष्व निजात्मनि वंद्यं नस्तन्मनः साधोः ॥१०६॥ (શ્લોકાર્થ:-) ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે અને સર્વ સંગના સંબંધથી જે મુક્ત છે, એવું તે સાધુનું મન અમને વંદ્ય છે. તે સાધુ ! તે મનને શીધ્ર નિજાત્મામાં મગ્ન કરો. ૧૦૬.
ગાથા - ૭૫ ઉપરનું પ્રવચન છે
આ પાંચેય પરમેષ્ઠી સ્વદ્રવ્યની અપેક્ષાએ તો પર છે. માટે તે પાંચેય પરમેષ્ઠીને માનવા, વંદન કરવા આદિ બધો વ્યવહાર શુભરાગ છે. એટલે વ્યવહારચારિત્ર અધિકારમાં તેની વાત કરી છે. હવે ૭૫ મી ગાથામાં જૈનના સાધુ કોને કહેવા તે કહે છે.
પ્રશ્ન:- શું બીજા ધર્મમાં (સાચા) સાધુ હોય?
સમાધાન:- (ના). છતાં ઘણા લોકો અન્યધર્મમાંય સાચા સાધુ હોય એમ કહે છે ને? ‘મો તો સવ્વસાહૂ’ એટલે જગતના બધા – અન્યમતના પણ – સાધુ એમાં આવે એમ કોઈ કહે છે ને? (પણ તે સાચું નથી.) જૈનના સાધુ છે તે જ સાચા સાધુ છે, તે સિવાય અન્યમતમાં કોઈ સાચા સાધુ છે જ નહીં.
વીતરાગ પરમેશ્વરે જેવો વીતરાગસ્વરૂપ આત્મા કહ્યો છે તેવા વીતરાગસ્વરૂપ આત્મામાં જેની અંતર્મુખ દષ્ટિ છે, તેનું જ્ઞાન છે અને અનુભવરૂપ સ્થિરતા છે તેને સાચા