________________
૪૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે. હું ગાથા - ૬૦ ઉપરનું પ્રવચન છેહું અન્વયાર્થ લઈએ. કેમ કે નીચે ફૂટનોટ છે ને? જુઓ, ગાથામાં છે કે “વારિત્તમ વહંતસ્ય' અર્થાત્ ચારિત્રના ભારને વહનારની આ વાત છે.
અન્વયાર્થ:- “નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત્ જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત) સર્વ પરિગ્રહોનો ત્યાગ (સર્વપરિગ્રહત્યા સંબંધી શુભભાવ) તે, ચારિત્રભર વહનારને પાંચમું વ્રત કહ્યું છે.'
લ્યો, પહેલી આ વાત લીધી કે પરમ શુદ્ધ આનંદમય ભગવાન આત્માનું આલંબન જેને છે, જેને તેની ભાવના છે એવા જીવને પાંચમું વ્રત હોય છે.
નીચે (ફૂટનોટ) છે કે: ‘મુનિને મુનિcોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) સર્વપરિગ્રહત્યાગસંબંધી શુભોપયોગ તે વ્યવહાર અપરિગ્રહવ્રત કહેવાય છે.”
નિત્વોચિત = મુનિત્ય + ઉચિત એટલે કે મુનિપણાને લાયક અને નિરપેક્ષ શુદ્ધ પરિણતિ એટલે કે જેને પરની, નિમિત્તની કે વ્યવહારની અપેક્ષા નથી એવી ભગવાન આત્માની વીતરાગી દશા. સર્વ પરિગ્રહ રહિત એવું ભગવાન આત્માનું ત્રિકાળી સ્વરૂપ છે તેના આશ્રયે પ્રગટેલી શુદ્ધ પરિણતિ તે નિરપેક્ષ શુદ્ધ પરિણતિ છે. જુઓ, એટલે એમ કહે છે કે વ્યવહારનો–રાગની મંદતાનો–ભાવ છે તો શુદ્ધ પરિણતિ પ્રગટે છે એમ નથી અર્થાત્ તેને રાગની અપેક્ષા છે નહીં. ભારે વાત! અહા! શુભોપયોગને એટલે કે શુભરાગને-શુભવિકલ્પને વ્યવહાર વ્રત કહેવાય છે. પણ ક્યા શુભોપયોગને? કે શુદ્ધ પરિણતિ સાથે વર્તતા શુભોપયોગને. પરંતુ જ્યાં શુદ્ધ પરિણતિ જ નથી, પૂર્ણાનંદમય સમ્યફ આત્મસ્વરૂપ છે તેનો સ્વીકાર થઈને જ્યાં શુદ્ધ દશા જ જાગી નથી ત્યાં વ્રત હોતા નથી.
(આ સાંભળીને) કેટલાક વળી એમ કહે છે કે જે અજ્ઞાનીને વ્રત હોતા નથી તો પછી તેને ચોથા વ્રતની (-બ્રહ્મચર્યની) બાધા શું કરવા આપો છો? બહારમાં લોકો એમ પણ પૂછે છે કે તમે વ્રતને હેય કહો છો ને વળી બધાને વ્રત આપો છો?
ભાઈ! એ બ્રહ્મચર્યની બાધા (-પ્રતિજ્ઞા) વ્રત નથી. તે વ્રત કયાં છે? એ તો અશુભભાવના પરિણામથી બચવાનો એક શુભભાવ છે. એટલી તેની હદ છે. ખરેખર અજ્ઞાનીને વ્રત હોય નહીં. કેમ કે વ્રત તો જેને સમ્યફ અનુભવ થયો હોય તેને હોય છે. સર્વ પરિગ્રહના