________________
૧૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
– એમ બધાય પદમાં ‘તોપ્ સ’શબ્દ આવે છે. અહા! તીર્થંકરના વજીર એવા ગણધર જેમને નમસ્કાર કરે તથા જેમને એ નમસ્કાર પહોંચે તેમની સ્થિતિ કેવી હોય? આ સ્થિતિ, પદ્મપ્રભમલધારિદેવ મુનિ કહે છે કે, સત્પુરુષો માટે કાંઈ આશ્ચર્યની વાત નથી. જુઓ, આમ કહીને મુનિરાજ પોતાની પણ વાત કરે છે. કલશ ૭૬ માં પણ આવ્યું હતું ને? કે ‘સુંદર સુખસાગરનું જે પૂર છે તે જિનધર્મ જયવંત વર્તે છે.’ એમ ન્હોતું આવ્યું? એટલે શું કહે છે? કે પ્રભુ આત્મા તો સુંદર સુખસાગરનું પૂર છે જ, પરંતુ હવે પર્યાયમાં પણ આનંદનું પૂર આવ્યું. અને આવો જૈનધર્મ જયવંત વર્તે છે. આમ કહીને પોતાની (ચારિત્ર) દશા પણ જયવંત વર્તે છે એમ કહે છે.
જુઓ, ૭૬ મા કલશમાં છે ને? કે ‘ત્રસઘાતના પરિણામરૂપ અંધકારના નાશનો જે હેતુ છે’. ત્રસઘાતના પરિણામને ‘અંધકાર’ કહ્યા છે, કેમ કે બન્ને શુભ અને અશુભ પરિણામ અજ્ઞાનરૂપ છે, તેમાં જ્ઞાનનો અંશ નથી. ‘અજ્ઞાન' કહીને વિપરીત જ્ઞાન (મિથ્યાત્વ) એમ અહીંયા કહેવું નથી, પણ તેમાં ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાનનો અંશ નથી એમ કહેવું છે. તો, અશુભભાવ અજ્ઞાનરૂપ અંધકાર છે અને તેના નાશનો હેતુ જૈનધર્મ છે. તથા ‘સુંદર સુખસાગરનું જે પૂર છે'. કોણ ? આ (જૈનધર્મની) પર્યાય. એ પર્યાયમાં આનંદનું પૂર વહે છે એમ કહે છે. અહા! પોતાનું સ્વરૂપ સુખસાગર તો છે જ, પરંતુ જેણે તેનું અવલંબન લીધું તે જીવને પણ સુખસાગરનું પૂર વહે છે એમ કહે છે. કેમ કે એવા (ચારિત્રવંત) જીવની અહીંયા વાત છે ને? અર્થાત્ પર્યાયમાં જેને અતીદ્રિય આનંદનું પૂર વહે છે તેની અહીંયા વાત છે. તો, આવો જૈનધર્મ જયવંત વર્તે છે. જુઓ, પાઠમાં છે ને ? કે સ યંતિ નિનધર્મ । મુનિરાજ આમ કહીને પોતાને વીતરાગદશા વર્તી રહી છે એમ પોકારે છે. એટલે કે આવો જૈનધર્મ અમારી પર્યાયમાં વર્તે છે એમ કહે છે.
અહા! જૈનધર્મ ક્યાંક તો વર્તતો હોવો જોઈએ ને? તો, જૈનધર્મ-જૈનશાસન પર્યાય છે, પણ દ્રવ્ય કે ગુણ નથી. દ્રવ્ય અને ગુણ તો ત્રિકાળ છે અને તે ત્રિકાળીનો આશ્રય લેતાં જે શુદ્ધતા વહે—આનંદ વહે —તે જૈનધર્મ છે. સમ્યગ્દર્શન થતાં પણ આનંદ વહે છે હો, સમ્યગ્દષ્ટિને પણ પર્યાયમાં આનંદ આવે છે હો. અહીં ‘સુખસાગરનું પૂર' કેમ કહ્યું છે? કેમ કે પોતે (ટીકાકાર) મુનિ છે માટે. સમ્યગ્દષ્ટિને હજુ એટલો આનંદ-આનંદનું પૂર નથી, પણ અંશે આનંદ છે. જ્યારે અહીં તો મુનિપણાની વાત લેવી છે ને? (એટલે આનંદનું પૂર ક્યું છે.) ચોથા ગુણસ્થાન કરતાં પાંચમા ગુણસ્થાને વધારે આનંદ અને તેના કરતાં છઠ્ઠા ગુણસ્થાને વધારે આનંદ હોય છે. તો કહે છે કે આનંદનું પૂર વહે છે. અહા! આવી વસ્તુની સ્થિતિ છે અને તેને આ રીતે જાણ્યા, ઓળખ્યા ને માન્યા વિના