________________
ગાથા – ૭૫]
[૨૯૫
અજ્ઞાનીને અંદર એવો (મિથ્યા) આગ્રહ થઈ જાય છે કે (તેને છોડતો નથી.) તથા અજ્ઞાનીને નિશ્ચયનું ભાન ન મળે એટલે વ્યવહાર જ સર્વસ્વપણે મનાઈ ગયો છે કે આ બધું (ક્રિયા) પાળીએ છીએ તે અમારું સાધુપણું-મુનિપણું છે અને આ જ મોક્ષનો મારગ છે. પણ ભાઈ! એમ બાહ્યક્રિયાથી કાંઈ મોક્ષમારગ નહીં મળે. કેમ કે મોક્ષમાર્ગ તો ઉપશમરસમય-શાંતરસમય છે. ભગવાન આત્મા શાંતરસસ્વરૂપ-અકષાયરસસ્વરૂપ છે. તે અકષાયરસનું પર્યાયમાં પરિણમન થાય એ મોક્ષનો માર્ગ છે. તે સિવાય વચ્ચે આ વ્યવહાર-કષાય આવે છે તે કાંઈ મોક્ષનો માર્ગ નથી.
આ નિયમસારની ત્રીજી ગાથામાં ‘નિયમસાર'ની વ્યાખ્યા છે ને? તેમાં કહે છે કે, ‘નિયમ' સાથે ‘સાર’ શબ્દ કેમ કહ્યો છે? કે વિપરીતના પરિવાર અર્થે ‘સાર’ શબ્દ કહ્યો છે. ત્યાં વિપરીત એટલે વ્યવહારરત્નત્રય છે. જેમ ‘સમયસાર” માં સમય = આત્મા અને સાર = દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ રહિત. ત્યાં ભાવકર્મ કહેતાં પુણ્ય-પાપના બન્ને | વિકલ્પ આવ્યા અને તેનાથી રહિત તે સમયસાર છે. તેમ ‘નિયમસાર’ માં નિયમ = આત્માના સ્વાભાવિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કે જે સ્વાશ્રયે નિર્મળપણે પ્રગટ થયા છે અને સાર = નિશ્ચયરત્નત્રયથી વિરૂદ્ધ વ્યવહારરત્નત્રયના વિકલ્પથી રહિત. અહા! જેવી રીતે ‘સમયસારમાં ‘સાર’ શબ્દ કેમ કહ્યો છે? કે સમય (આત્મા) દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ રહિત છે માટે “સાર” શબ્દ કહ્યો છે. તેવી રીતે અહીં નિયમસાર’ માં સાર’ શબ્દ કેમ કહ્યો છે? કે નિશ્ચયરત્નત્રય વ્યવહારરત્નત્રયના વિકલ્પ રહિત છે માટે “સાર’ શબ્દ કહ્યો છે. પરંતુ તે અર્થ અહીં ગાથા ૭૫ માં નથી. અહીં તો સાધુને નિર્મોહ કહેવા છે, (તેથી સમ્યફદર્શનાદિથી પ્રતિપક્ષ મિથ્યાદર્શનાદિ છે એમ લીધું છે.) અરે! શાસ્ત્રના અર્થ કરવામાં પોતાનો પક્ષ-સ્વાર્થ પોષવો (અર્થાતુ બીજો અર્થ કરવો એ તો અરેરે! મહાન અનર્થ છે.) આવી વિપરીતતાથી જીવ પોતાનું શું નુકશાન કરે છે તેની અજ્ઞાનીને ખબર નથી.
“આવા, પરમનિર્વાણસુંદરીની સુંદર સેથીની શોભારૂપ કોમળ કેસરના રજપુંજના સુવર્ણરંગી અલંકારને કેસર-રજની કનકરંગી શોભાને) અવલોકવામાં કૌતૂહલબુદ્ધિવાળા તે બધાય સાધુઓ હોય છે (અર્થાત પૂર્વોક્ત લક્ષણવાળા, મુક્તિસુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાય સાધુઓ હોય છે).” પૂર્ણ આનંદની દશાને અવલોકવામાં – પ્રાપ્ત કરવામાં–આતુર બુદ્ધિવાળા મુનિ હોય છે અર્થાત્ બધાય સાધુઓ પૂર્ણ આનંદની પ્રાપ્તિરૂપ મુક્તિને અવલોકવામાં