________________
૪૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પંચમગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે'. લ્યો, વ્રતને પંચગતિનું પરંપરાએ કારણ કહ્યું છે.
જુઓ, “ચારિત્રભરની નીચે (ફૂટનોટમાં) વ્યાખ્યા કરી છે કે ચારિત્રભર એટલે ચારિત્રનો ભાર, ચારિત્રસમૂહ; ચારિત્રની અતિશયતા. ભાર એટલે બોજો એવો અર્થ અહીંયા નથી, પણ ભાર એટલે સમૂહ અને ચારિત્રની અતિશયતા એટલે રમણતાની વિશેષતા. સ્વરૂપમાં રમણતાની વિશેષતા તે ચારિત્રભર છે. જેમ ગાડામાં ‘ભર’ ભરે છે ને? તેમ ચારિત્રનો ભર એટલે શાંતિનો ભાર, શાંતિનો સમૂહ. પોતાના સ્વરૂપમાં એટલો ઠરે કે શાંતિનો સમૂહ પ્રગટ થાય. અને તેના વહનારને સાથે શુભવિકલ્પ હોય તેને ખરેખર વ્રત કહેવાય છે. લ્યો, પરંપરાએ પંચમગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત આને કહેવામાં આવે છે.
પ્રશ્ન:- વ્રત બંધના કારણભૂત છે એમ અહીંયા નથી કહ્યું, પરંતુ મોક્ષનું કારણ છે એમ કહ્યું છે?
સમાધાન:- પણ આ (-વ્રતને મોક્ષનું કારણ કહ્યું છે તે) તો વ્યવહારથી કહ્યું છે ને? અને તેની નીચે (ફૂટનોટમાં) ખુલાશો પણ કર્યો છે ને? વ્રતને મોક્ષનું પરંપરાએ કારણ કહ્યું છે તેનો અર્થ એ છે કે વ્રતમાં એટલો અશુભભાવ ટળે છે અને પછી શુભભાવને પણ ટાળશે ત્યારે મોક્ષ થશે. ધમ જીવ દષ્ટિ (સમ્યગ્દર્શન) સહિત છે ને? તેથી તેને શુભભાવમાં એટલો (-અંશે) અશુભભાવ ટળ્યો છે. પછી ક્રમે-કમે શુભભાવને પણ ટાળશે. જુઓ, એ વાતનો (નીચે ફૂટનોટમાં) ખુલાશો છે કે :
શુભપયોગરૂપ વ્યવહારવ્રત શુદ્ધોપયોગનો હેતુ છે અને શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ છે એમ ગણીને અહીં ઉપચારથી વ્યવહારવ્રતને મોક્ષની પરંપરાહતુ કહેલ છે.”
હેતુ = નિમિત્ત. ઉપચારથી = વ્યવહારથી.
શ્રોતા:- મહા મેહનતથી શોધતાં-શોધતાં વ્રત મોક્ષનું ‘પરંપરા' કારણ છે એવો શબ્દ આવ્યો છે (અને આપ કહો છો કે વ્રત મોક્ષનું કારણ નથી)!
પૂજ્ય ગુરુદેવશ્રી:- પણ રાગ કાંઈ મોક્ષનું કારણ થાય? (ન થાય.) એ તો વર્તમાન શુભરાગમાં અશુભરાગનો અભાવ છે અને પછી શુભરાગનો પણ અભાવ કરશે. તે કારણે શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે. રાગ તો વિભાવ-અધર્મ છે. તેથી શું અધર્મ ધર્મનું કારણ થાય? ના.) લોકોને આકરી લાગે એવી વાત છે ભાઈ! અહા! શુભરાગની