________________
૧૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે અને તે પરમ બ્રહ્મ છે. બીજી રીતે કહીએ તો અતીન્દ્રિય આનંદની સાથે જે વીતરાગ દશા પ્રગટે તેને અહિંસા ને પરમ બ્રહ્મ કહેવામાં આવે છે.
જે આશ્રમની વિધિમાં લેશ પણ આરંભ છે ત્યાં (તે આશ્રમમાં અર્થાત સગ્રંથપણામાં) તે અહિંસા હોતી નથી'.
જે આશ્રમની વિધિમાં લેશ પણ આરંભ છે અર્થાત્ ગૃહસ્થાશ્રમમાં વસ્ત્ર, પાત્ર આદિનો રાગ હોય છે. તેથી ત્યાં રાગ સહિતપણું છે. ભલે સમ્યગ્દષ્ટિ, દષ્ટિ અને સ્થિરતાના અંશની અપેક્ષાએ રાગ સહિત નથી. છતાં પણ તેની પર્યાયમાં હજુ રાગ વર્તે છે એમ અહીં કહે છે. લ્યો, એક બાજુ એમ કહે કે સમ્યગ્દષ્ટિ રાગ, કર્મ અને શરીર રહિત છે; કેમ કે પોતાને રાગાદિ સહિત માનતો નથી. જ્યારે અહીં એમ કહે છે કે પાંચમા ગુણસ્થાનવાળો જીવ પણ સગ્રંથ છે, કારણ કે હજુ તેની ભૂમિકામાં રાગ છે. (હા), તેના ત્રિકાળી તત્ત્વમાં અને તેની દષ્ટિમાં ભલે રાગ ન હો તેમ જ પર્યાયનો જેટલો અંશભાગ નિર્મળપણે ઉઘડ્યો છે તેમાં પણ રાગ નથી. છતાં પણ હજુ ચોથા ને પાંચમા ગુણસ્થાને રાગરૂપ કર્મધારા સાથે છે. અહો! માર્ગ અટપટો છે!
અહા! એક બાજુ પાંચમા ગુણસ્થાનવાળો આત્મા પોતાને રાગ રહિત અનુભવે છે એમ કહે અને બીજી બાજુ તેને સગ્રંથ કહે, કેમ કે તેની ભૂમિકામાં રાગ છે તેને ગણીને સગ્રંથ કહેવામાં આવે છે. નહીંતર (દષ્ટિ અપેક્ષાએ) તો સમકિતી પણ નિગ્રંથ જ છે. સમકિતી દષ્ટિમાં અને જ્ઞાનમાં આત્મા રાગવાળો છે એમ માનતો-જાણતો નથી. વ્યવહારવાળો આત્મા છે એમ ધર્મી માનતો નથી. છતાં પણ તેની દશામાં થોડો રાગ છે તેને ગણીને સગ્રંથ-રાગવાળો કહેવામાં આવે છે. અહા! એક કોર આત્મા કર્મકૃત શરીર અને રાગાદિથી રહિત હોવા છતાં તેનાથી સહિત માનવો તે મિથ્યાત્વ છે એમ કહે અને એક કોર જ્ઞાનીને પૂર્ણ જ્ઞાનધારા પ્રગટી નથી ને હજુ અંદરમાં રાગની કણિકા– વ્યવહારધારા–છે તેથી સગ્રંથ જીવ છે એમ કહે. લ્યો, આવી ભારે બહુ અટપટી વાત છે. એક બોલમાં પણ બીજા ઘણા પ્રકાર પડે છે અને તે શૈલીને તેણે જાણવી જોઈએ એમ કહે છે.
અહીં કહે છે કે જે આશ્રમની વિધિમાં રીતમાં લેશ પણ આરંભ છે - રાગ છે તે આશ્રમમાં અર્થાત્ સગ્રંથપણામાં–ગૃહસ્થાશ્રમના ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં પણ–આ અહિંસા હોતી નથી. કેમ કે ત્યાં હજુ રાગ છે – આરંભ છે. અહા ! રાગ તે આરંભ છે અને સમકિતીને આરંભ-પરિગ્રહનો દષ્ટિમાં ત્યાગ છે કે આરંભ-પરિગ્રહ મારા નથી. છતાં પણ તેની પર્યાયની નિર્મળધારા ઓછી છે તેથી સાથે એક રાગધારા પણ હોય છે અને તે આરંભધારા છે એમ કહે છે. જુઓ, આરંભ અને પરિગ્રહથી