________________
૨૬૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું નમું છું.” લ્યો કહે છે કે, હું ભગવાનને નમું છું એનાથી મને સિદ્ધિ પ્રાપ્ત થશે.
પ્રશ્ન :- સિદ્ધને નમે છે એ તો વિકલ્પ છે. તો તેનાથી સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત
થાય?
સમાધાન :- ભાઈ ! એ તો વ્યવહારથી વાત છે. “મોક્ષશાસ્ત્ર'ના મંગલાચરણમાં પણ નથી આવતું? કે ‘વન્ટે ત ત્તબ્ધયે ' હે ભગવાન ! તમારા ગુણોની પ્રાપ્તિ માટે તમને હું નમું છું. પણ એ તો (વ્યવહારથી એમ જો વાત કરે. ખરેખર તેનો અર્થ એ છે કે હે ભગવાન! તમારી જે જાત (દશા) છે એ મારે અંતરમાંથી પ્રગટ કરવી છે. અહા! ભગવાનના વંદન કરવાના વિકલ્પથી કાંઈ નિર્મળદશા પ્રગટ થાય એમ નથી. ભાઈ! એ તો શ્રી સમયસારમાં પહેલાં શરૂઆતમાં કલશ ૩માં) ન કહ્યું? કે આ ટીકા કરતાં મારી શુદ્ધિ વધી જાઓ. હવે, ટીકા કરતાં શુદ્ધિ વધી જાઓ” એમ કહ્યું તો છે, પરંતુ એ ટીકા કરવામાં તો વિકલ્પ છે. તો શું વિકલ્પથી શુદ્ધિ વધે ? (ના.) પણ સમજાવવું છે ત્યાં શું લખે માટે આચાર્યદેવ જે લખે છે તે બરાબર છે. આચાર્યદેવ એમ કહેવા માગે છે કે એ ટીકા લખવા સમયે પણ મારો આશ્રય તો અંતરમાં ચૈતન્ય તરફ જ છે, મને ચૈતન્યનો જ આશ્રય વર્તે છે. તેથી ચૈતન્યના આશ્રયની ઉગ્રતા થતાં અશુદ્ધતા ટળી જાઓ અને શુદ્ધતા વધી જાઓ.
‘લોગસ્સસૂત્ર'માં – ચોવીસ તીર્થકરની સ્તુતિમાં - પણ ‘સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ' એમ આવે છે ને? હે સિદ્ધભગવાન! મને સિદ્ધિ દેખાડો (-આપો). એનો અર્થ એ છે કે હું કેવળજ્ઞાન પ્રગટ કરીશ ત્યારે મને સિદ્ધિ દેખાશે (-પ્રાપ્ત થશે.)
અહીંયા કહે છે કે તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે - મુક્તિની પ્રાપ્તિ અર્થે ‘નમું છું - હું વંદું છું. મારું પ્રયોજન - મારો હેતુ – મારા સ્વભાવનો આશ્રય લઈને પૂર્ણતાની પ્રાપ્તિ કરું એ છે, પણ કાંઈ આપને વંદન કરવાનો વિકલ્પ છે એનાથી મને પૂર્ણતા થશે એ મારો હેતુ (-અભિપ્રાય) નથી. ભગવાનના વંદનના વિકલ્પ કાળે પણ મારો આશ્રય તો સ્વચૈતન્ય ઉપર જ છે અને તે આશ્રય વધીને મુક્તિની પ્રાપ્તિ થશે. – આ મારો હેતુ છે અને તેથી હું આપને વંદું એમ કહે છે.
પ્રશ્ન :- સિદ્ધભગવાનને નમવું એ તો પદ્રવ્યને નમવું છે અને પરદ્રવ્યને નમવું એ તો વિકલ્પ છે. તો પછી તેનાથી મુક્તિ કેમ થાય?)