________________
ગાથા – ૭૧]
‘દુષ્ટ પાપરૂપી વનને (બાળવા) માટે જેઓ અગ્નિ છે.’
દુષ્ટ પાપ =બન્ને પુણ્ય ને પાપ. પુણ્ય-પાપરૂપી વન છે તેને બાળવા માટે ભગવાન અગ્નિ સમાન છે અર્થાત્ ભગવાનને પુણ્ય કે પાપ છે નહીં. અહા! વીતરાગતારૂપ શાંતરસે— અકષાયસ્વભાવે—જેમનું પરિણમન છે એ ભગવાને પુણ્ય-પાપના વનને બાળી નાખ્યું છે અને તેને ‘પુણ્ય-પાપને બાળવા માટે અગ્નિ છે' એમ કહેવામાં આવે છે.
૨૪૯
‘ઝીર્તિસંપૂરિતાશ: સર્વ દિશાઓમાં જેમની કીર્તિ વ્યાપી ગઈ છે.’
એ પુણ્યની
વાત લીધી. કહે છે કે ચારે દિશામાં ભગવાનની કીર્તિ પ્રસરી ગઈ છે, વ્યાપી ગઈ છે. તીર્થંકર અને અરિહંતની ગુણદશા તો પૂર્ણ થઈ છે, પરંતુ એમની પુણ્ય-પ્રકૃતિ પણ એવી છે કે ચારેય દિશામાં ઇંદ્રો આદિ આદર કરે છે. આ રીતે તેમની કીર્તિ સર્વત્ર વ્યાપી ગઈ છે. આ શ્લોકમાં મુનિરાજ ભગવાનની પવિત્રતા અને પુણ્ય—બન્નેની વાત કરે છે. કેમ કે ભગવાનનું સ્વરૂપ જણાવવું હોય ત્યારે બન્ને વાત જણાવે ને?
‘જગતના જેઓ અધીશ (નાથ) છે.' ભગવાનને વ્યવહારે જગતના નાથ કહેવામાં આવે છે. અથવા તેઓ જગતના જાણનાર છે એટલે જગતના નાથ છે એમ કહેવાય છે.
‘તે સુંદર પ્રશ્નપ્રભેશ જયવંત છે.’ આવા સુંદર શ્રી પદ્મપ્રભુ ભગવાન જયવંત છે. જુઓ, અહીંયા તો ‘કાંત જેમનો કાયપ્રદેશ છે’ એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે અહીંયા પદ્મપ્રભુને અરિહંત તરીકે યાદ કર્યા છે. નહીંતર તો અત્યારે તેઓ સિદ્ધ થઈ ગયા છે, સિદ્ધ છે. પણ આ સ્તુતિ જ્યારે તેઓ અરિહંતપણાની હયાતીમાં (-દશામાં) હતા તેને યાદ કરીને કરી છે.
‘લોગસ્સસૂત્ર’ માં પણ આવે છે ને? કે ‘તિત્ફયરા મે પસીઅંતુ' – તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. હવે ચોવીસ તીર્થંકર તો સિદ્ધ થઈ ગયા છે - મોક્ષ પધાર્યા છે. અત્યારે તેઓ કાંઈ તીર્થંકરપણે નથી. છતાંપણ ભૂતકાળમાં તેઓ તીર્થંકરપણે હતા ને? તો, તેઓની તીર્થંકરપણે હયાતી હતી તેને યાદ કરીને વંદન કર્યું છે. તેમ જ ‘તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ’ એમ કહ્યું છે તો શું તેઓ પ્રસન્ન થતા હશે? ભાઈ! પોતાનો