________________
- ૩૧ તે વખતે ધનવાહનના પિતા જીમૂતરાજા મરણ પામ્યા. ઘનવાહન ગાદીએ આવ્યા. સદારામે કોઈ પણ વૈયિક પદાર્થો ઉપર મૂર્છા ન રાખવા સલાહ આપી. મહામહે એશઆરામની અને ધન ભેગું કરવાની સલાહ આપી. જ્ઞાનસંવરણ રાજા પાસે આવી પહેચવાથી મહામહની સલાહ માન્ય કરી દેવ-ગુરૂપૂજા ઘનવાહને બંધ કરી. સદાગમની અવગણના કરી. ધનસંગ્રહ ચાલુ કર્યા. કેવિદાચાર્ય અને મુનિ અકલંક ત્યાં આવી ચડયા. દાક્ષિણતાથી વંદન કરવા ગયા. અકલેકે ગુરૂદેવને સદાગમનું મહાત્મ અને કુસંગતિના પરિ– શુમે જણાવવા વિનંતિ કરતાં ગુરૂદેવે જણાવ્યું કે –
“ક્ષમાળ” નામનું નગર છે. ત્યાં “વિમળ નિચય” રાજ અને “તદનુભૂતિ” રાણું છે. એમને “કેવિદ” અને
બાલિશ” બે પુત્રો છે. કેવિદને સદાગમને પરિચય થયો અને હિતવી માન્યો. બાલીશને સદાગમ ન ગમ્યા. કમપરિણામે “શ્રતિ” કન્યાને મોકલ્યા. એની સાથે સંગ નામનો નેકર હતું. સુતિ કેવિદ અને બાલીશ બન્નેને વરી. એ ભાઇઓની સત્તામાં “નિજદેહ” નામને પર્વત હતો એના ઉપર “મૂર્ધા” નામનું શિખર હતું. એની બે બાજુ શ્રવણ નામની ગુફાઓ હતી. ત્યાં શ્રુતિએ નિવાસ કર્યો. બાલિશ લુબ્ધ બની ગયો. સંગના કહે ચાલવા લાગ્યા. સદગમે કવિ ને શ્રુતિને પરિચય આપ્યો અને એ ધૂતારીથી ચેતીને ચાલવા જેવું છે એમ જણાવ્યું. એટલે એ ચેતીને ચાલવા લાગ્યો. સંગની
બત જ ન કરી. - એક વખતે “તુંગ શિખર” પર્વત ઉપર બન્ને ભાઈએ ચડયા. એની ગુફામાં ગંધર્વ યુગલ અને કિન્નર યુગલ સંગીતની સ્પર્ધા કરવાં બેઠા. બાલીશ એમનું સંગીત સાંભળવામાં મસ્ત બન્યો અને પડે. ગંધર્વોએ એને પકડ્યો અને ખૂબ માર્યો. કેવિદ આસક્ત ન બન્યો તેથી સુખી થયા. “ધર્મષ” મુનિ પાસે સંયમ લીધું. એ આચાર્ય બન્યું. તે કેવીદ હું પોતે જ છું.