________________
૨૮૪
ઉપમિતિ કથા સારાદ્ધાર
ચાર થવાના કારણ્ણા :
અનુસુંદર ! તમે જે વાત રજુ કરી એની અનુભૂતિ મે પણ કરી છે. એટલે વિશ્વાસ તા થાય જ. પણ તમે અનુસુંદર ચક્રી છે. તે ચાર કઈ રીતે માની શકાય ? તમે ચારના આકાર શા માટે ધર્યો ?
અનુસુંદર ચક્રી ઉત્તર આપતા ખેલ્યા, ભદ્રે ! તારા અને ભવ્યપુરૂષ સુમતિના પ્રતિાધ માટે મે બહારથી પણ ચારના આકાર ગ્રહણ કર્યો. છે.
તમારી આગળ સમતભદ્રજીએ સ`સારીજીવ તસ્કરની વાત કરી એ મારા આન્તરજીવનને અશ્રયીને કરી છે. મહાભદ્રામા રી સન્મુખ આવી. એના દર્શન થતાં મને જ્ઞાન થઇ આવ્યું. મેં વિચાર કર્યો કે –
મારૂં આન્તર તસ્કર સ્વરૂપ આ પ્રજ્ઞાવિશાળા અને ભગવાન શ્રી સમન્તભદ્રજી જાણે છે. મહાભદ્રાજીની પ્રજ્ઞા વિશાળ છે એટલે એમને પ્રજ્ઞાવિશાલા કહી શકાય.
સુલલિતા ! તુ' આ વાતની ગન્ધને પણ જાણતી નથી. એટલે હજી સુધી તું અગૃહીતસ કેતા કહેવાય છે. સકતાને અર્થાત્ તાત્પર્યાને જાણી શકતી નથી, ગ્રહણ કરી શકતી નથી.
વળી મારૂં ચક્રવર્તીરૂપ જોઇને તને સદાગમજીના વચનમાં વિસ'વાદ જેવું ન લાગે, એમની વાત અસંબદ્ધ ન લાગે, વળી આ પુડરીક ભવ્યપુરૂષ અને સુમતિ હેાવાથી એને જ્ઞાન પણ આ પદ્ધતિથી થાય, આવા મનામન વિચાર કરીને આન્તરસ્વ