________________
ચક્રવર્તી ચાર
૨૮૩
વાત જાણી મહાભદ્રાના હૈયામાં કરૂણા જાગી અને ભગવતે પ્રશ્ન કર્યાં.
ભગવત! આ તસ્કરને કાઈ રીતે બચાવી શકાય ખરા ? એના છૂટકારાના કાઈ ઉપાય છે? કે અશકય છે ?
ભગવંતે જણાવ્યું, આવે ! તારા દર્શનથી અને મારી પાસે આવવાથી એના છૂટકારા અવશ્ય થશે.
ભગવંત ! હું એની સન્મુખ જાઉં?
આપે ! તુ' ખુશીથી જા.
ભગવંત શ્રી સમન્તભદ્રજીના કહેવાથી એ મારી ( સંસારીજીવ–અનુસુંદર ) પાસે આવી. મને એણીએ કહ્યું, હે ભદ્રે ! તું આ મહાત્માશ્રી સદાગમની શરણાગતિ સ્વીકાર. આ પ્રમાણે જણાવી મને સદાગમની પાસે લઈ આવી. આખી સભાએ ચાર તરીકે મને જોયા. મે' એ મહાપુરૂષની શરણાગતિ સ્વીકારી.
ભગવતે મને આશ્વાસન આપ્યુ. મને શાત્ત્વના મળી. રાજપુરૂષ નાશી છૂટયા. તે જે વૃત્તાંત પૂછ્યા એ મે તને કહી સ'ભળાવ્યા.
આચાય શ્રી સમન્તભદ્રજીને તા આ વાતની જાણ હતી જ. તારી જાણકારી માટે સભળાવ્યેા છે. તને વિશ્વાસ થાય કે આ તસ્કર જે કહે છે તે સર્વથા સત્ય છે. એમ થાય તેા જ મારી ખીજી ખાખતા ઉપર પણ શહી થાય. મારા કથનમાં તને વિશ્વાસ આવ્યે છે કે નથી આગ્યે ?