________________
૨૮૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
આપણને વિજયધ્વજ મળ જ જોઈએ. રાજ્ય નિષ્કટક બને અને આપ સૌ આપનું રાજય જોગવી શકે.
બધા રાજાઓ એક સાથે બોલી ઉઠ્યા, હે મંત્રીરાજ ! તમારી વાત બીલકુલ સાચી છે. તમારી વાત અમને ગમી છે. અમે એ વાતને હર્ષથી વધાવીએ છીએ. આ અવસરે અમારે શું કરવું જોઈએ એ આપ બતાવે.
મહામંત્રી શ્રી વિષયાભિલાષે એ માટે શું શું કરવું એ બધી યોજનાબદ્ધ વાત જણાવી દીધી.
એ લોકોએ મને ઉત્સાહિત કર્યો. એ ક્ષેત્રમાં રહેલું કર્મ. પરિણામ મહારાજાનું કામ વગણાઓમાંથી બનેલું “અકુશળ” નામનું દ્રવ્ય સારા પ્રમાણમાં ગ્રહણ કર્યું. એ અકુશળ દ્રવ્ય (પાપ) જેટલું ભેગું થાય તેટલું ભેગું કર્યું.
આ મહામે હાદિ લોકોએ કર્મ પરિણામરાજા પાસે મને ચાર તરીકે જાહેર કર્યો. રાજાએ તરત જ આજ્ઞા આપી કે આ અનુસુંદરને અનેક વિડંબનાઓ આપી છેલ્લે પાપપિંજરમાં લઈ જાઓ. ત્યાં એને ખૂબ ત્રાસ આપજે અને મારી નાખજે.
“કુર રાજાજ્ઞા સાંભળી મહામે હાદિ અધમ રાજાઓલેકે ઘણા ગેલમાં આવી ગયા. મને પકડીને આખા શરીરે “કર્મ” નામની રાખ ચોપડી. “રાજસી” સેનાગેરના છાપા મારા શરીરે લગાવ્યા. “તામસી” શાહીના કાળા ચાંલ્લા મારા શરીરે ચીતર્યા. “રાગકલેલ” નામની કણેરના ફૂલની માળાઓ મને પહેરાવવામાં આવી. વળી “કુવિકલ્પસંતતિ” રૂપ કેડીયાઓની માળા ગળે નાખી. “પાપાતિરેક