________________
૨૯૦
ઉપમિતિ કથા સારોદ્ધાર હતા છતાં પૂર્વના સંસ્કારના કારણે મારા તરફ પણ એમને પ્રેમ થયે.'
એ સાધ્વીજીને નમસ્કાર કર્યા અને એમણે મને “ધર્મલાભ” આશીર્વાદ આપે. ત્યારબાદ વૈરાગ્યમય સુંદર ધમપદેશ આપે. જાતિસ્મરણ:
મહાભદ્રાજી મને જોઈને કોઈ યાદ ન કરતાં હોય એમ વિચારવા લાગ્યા અને એ રીતે ત્યાંજ જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થયા પછી અધ્યવસાય ઘણું વિશુદ્ધ થવા લાગ્યા અને અવધિજ્ઞાન થયું.
અવવિજ્ઞાન દ્વારા એમણે મારા ભ જાણું લીધા. પૂ. આ. શ્રી નિર્મળસૂરિજીના વખતની દેશનાઓ, મારી ધાર્મિક શ્રદ્ધા, સમ્યગદર્શન, સદાગમ તથા ચારિત્ર ઉપરની પ્રીતિ, ક્ષમા વિગેરે કન્યાઓ સાથેના લગ્ન, મારો આન્તર પરિવાર વિગેરે સંબંધી જોરદાર ઉપદેશ આપ્યો.
સમ્યગદર્શન અને સદધ હાલમાં દૂર રહ્યા હતાં. જો કે એમને મારી પાસે આવવા મન તે હતું પણ મહામેહના સિન્ટે એમને ઘેરી લીધા હતા. પણ મારા પરિણામે સુધરતા જોઈ અમને સંબલ મળ્યું. શત્રુ સૈન્યને વેરવિખેર કરી મારી પાસે આવી પહોંચ્યા.
૧. મહાભદ્રા એ કંદમુનિ હતા. એ વખતે આ ચક્રો અનુસુંદર સાધારણ હતા. મહાભદ્રા અને પ્રણાવિશાલા બને એક જ વ્યક્તિના તેમ છે. સુલલિતા એ મદનમ જરી હતી. એ ગુણધારણની પત્ની.