________________
અનુસુદરનું ઉત્થાન
૩૦૫
આર્ય! અનુસુંદર! આપ કહે છે એ વાત હવે મારા હૃદયમાં બરોબર સુદઢ થઈ ગઈ છે. માત્ર એક વાતની મુશ્કેલી એ છે કે “મેં અગાઉ નિર્ણય કરેલું હતું કે માત-તાતની અનુમતિ વિના દીક્ષાનું નામ પણ લેવું નહિ.” એ વિષયમાં મારે શું કરવું ?
સુલલિત ! તું એ વાતની ભીતિ હવે ન રાખ. તારા માતા પિતા અહીં આવી જ રહી છે. એટલામાં તો સુલલિતાના માતા-પિતા પરિવાર સાથે અહીં આવી પહોંચ્યા. . . દીક્ષા માટે અનુમતિઃ
સુલલિતાના પિતા શ્રી મગધસેન અને માતા સુમંગલાએ સૌ પ્રથમ મનંદન નામના જિનમંદિરમાં જિનેશ્વરદેવને નમસ્કાર કર્યા. ત્યાર પછી અનુક્રમે આચાર્ય ભગવંતને, સાધુમહારાજાઓને, અનુસુંદર ચક્રર્વતીને યાચિત વંદન નમસ્કાર કર્યા. સુલલિતાએ માત-પિતાનું અભિવાદન કર્યું. મગધસેન રાજવી યોગ્ય સ્થળે બીરાજમાન થયા.
સુમંગલા મહારાણીએ પણ દરેક ઔચિત્ય ક્રિયાઓ કરી. પુત્રી સુલલિતાને ભેટી અને તેની બાજુમાં બેસી ગઈ. પુત્રીને કહ્યું, વસે! તને ઘણા દિવસથી જોઈ ન હતી એટલે તેને જેવાની ઈચ્છાથી અમે બન્ને રાજ્ય છોડીને અહીં આવ્યા છીએ.
વ્હાલી પુત્રી ! તારું હૃદય કેવું કઠેર બની ગયું છે? આજ સુધી તે અમને તારા કશાએ સમાચારો ન મેકલ્યા. તારા ઉપરના સનેહને લઈને અમે તારી રોજ ચિંતા કરતા ૨૦
રાણીની બહાર