________________
૩૧
ઉપમિતિ કથા સારોદ્ધાર
સમજ. સંસારના બધા જીને રોગી સમજવા. એ સંસારી છે કર્મરૂપી રેગોથી ઘણી રીતે પીડાય છે એમ માનવું.
એ નગરમા સુવૈદ્ય હતા. તે શ્રી સર્વજ્ઞ પરમાત્મા સમજવા. તેઓ સિદ્ધાન્ત સંહિતાઓના રચનારા છે. કેવળ જ્ઞાન રૂપ મહાતિર્મય સૂર્ય સમા તેજસ્વી જ્ઞાનવાળા છે. એજ પરમાત્મા સુવેદ્ય છે. એ કર્મરૂપી રેગેને મટાડનારા પરમ કરૂણાશીલ છે.
કેટલાક લઘુકમ આત્માએ એમના વચનોને માને છે. એમના વચને ઉપર પ્રીતિ થાય છે. અમલમાં મૂકે છે. ત્યારે ભારે કમી આત્માઓ એ પરમાત્માની વાતને કાને ધરવા તૈિયાર નથી. અમલમાં મૂકવાની તે વાત જ કયાં કરવી?
સુવૈદ્ય પિતાના શિષ્યોને વ્યાખ્યાન સંભળાવતા ” એમ અહીં તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બેસી પોતાના શિષ્યોને શ્રોતાઓને હંમેશા મોક્ષમાર્ગને યથાસત્ય ઉપદેશ આપતા હોય છે.
આ ઉપદેશના પ્રસંગે બીજા પણ કેટલા વ્યક્તિઓ આવ્યા હોય છે. પણ એમનાં હૃદય નિર્મળ હોતા નથી. આશય શુદ્ધ હેતું નથી. એઓ શ્રી પરમાત્માની અનેક નયમાર્ગ યુક્ત દેશના સાંભળે છે. છતાં વાસ્તવિક લાભ મેળવી શકતાં નથી.
પ્રાસંગિક દેશના સાંભળવા આવનારાઓમાં કેટલાક આસ્તિક પણ હોય છે. સાંખ્ય વિગેરે આસ્તિકોએ ભગવં. તની દેશનામાંથી દયા, દાન, યમ, નિયમ વિગેરે પદાર્થોને