________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
આચાર્ય દેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજીના પટ્ટધર આચાય શ્રી શાંતિસૂરીશ્વરજી થયા છે, વાદળદળ સમુદ્ર પાસેથી પાણી લઈ પૃથ્વીને સિંચન કરે છે અને અન્ન ભરપૂર કરી નાખે એમ વાદળદળ જેવા પૂ॰ શાંતિસૂરીશ્વરજીએ પેાતાના ગુરુદેવ પાસેથી જ્ઞાનરૂપ અમૃતજળ ગ્રહણ કર્યું... અને ઉપદેશરૂપ વર્ષાદ્વારા ભવ્યેાની માનસપૃથ્વીને ગુણરૂપ રત્નાથી ભરપૂર બનાવી દીધી હતી. ૪
૩૨૪
આચાય દેવશ્રી શાંતિસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય શ્રી અભયદેવસૂરીશ્વરજી થયા. જેમની વાણી ગુણરત્નાથી ભરેલા અને બુદ્ધિપ્રકરૂપ ચંદ્રથી છલકતા શ્રી જિનાગમ રૂપ સમુદ્રમાં વેલા-ભરતી સમાન હતી. ૫
આચાર્ય દેવશ્રી અભયદેવસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર સૂરીશ્વરજી થયા. આ મહાપુરૂષના ગુણા કહેવા માટે ઇન્દ્ર મહારાજા પણું અસમ અન્યા અને નાગરાજ હજારમુખવાળા શેષનાગને તે લજજા આવી એટલે પાતા ળમાં ચાલ્યા ગયા. ૬
આચાર્ય દેવશ્રી પ્રસન્નચદ્રસૂરીશ્વરજીના પટ્ટધર આચાય શ્રી મુનિરત્નસૂરીશ્વરજી થયા. જેઓએ પેાતાના બુદ્ધિ વૈભવથી દેવેન્દ્રના ગુરૂ શ્રી બૃહસ્પતિની બુદ્ધિપ્રતિભા ઝાંખી કરી હતી. અને શાસ્ત્રોરૂપ રત્નાની ઉત્પત્તિ-પ્રકટીકરણ માટે ઉંચા અને સ્થિર રાહણાચલ પર્વત સમાન હતા. ૭
આચાર્ય દેવ શ્રી મુનિરત્ન સૂરીશ્વરજીના પટ્ટધર આચાય શ્રી શ્રીચ'દ્રસૂરીશ્વરજી થયા. જેએ મારા ( આ ગ્રંથકારના ) ગુરૂ