________________
પ્રશસ્તિ
૩૨૫
હતા. એમને મન વચન અને કાયા સદા પ્રસન્ન રહેતા. એમનામાં કોઈ દોષ દેખાતું ન હતું. આવા પુણ્યપુરૂષ કેના હૃદયને પ્રમેદથી સભર ન કરી દે? ૮
આચાર્યદેવ શ્રી ચંદ્રસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય શ્રી યદેવસૂરીશ્વરજી થયા છે. તેઓ ઘણા સુપ્રસિદ્ધ પુરૂષરન હતા. એમનામાં એક આશ્ચર્ય એ હતું કે એમના ચરણ કમળની પરાગથી નમસ્કાર કરનારાઓના મસ્તકે પવિત્ર બની જતા હતા. ૯
એ મહાપુરૂષના વરદ હસ્તકમળ દ્વારા જેને પદવી મળી છે અને આચાર્ય દેવશ્રી શ્રી ચંદ્રસૂરીશ્વરજીના જેઓ શિષ્ય થતા હતા એ આચાર્ય દેવેન્દ્રસૂરિએ આ “ઉપમિતિ ભવપ્રપંચ કથા સારોદ્ધાર ” ગ્રંથ બનાવ્યું છે. ૧૦
ગ્રંથશેાધક પ્રશસ્તિ :
બીજી તરફ ચંદ્રગથ્વીય આચાર્ય દેવ શ્રી દેવાનંદસૂરીશ્વરજી થયા છે. એમની પાટે આચાર્યદેવશ્રી રત્નપ્રભસૂરીરજી થયા છે. એમની પાટે ગુણરત્ન નિધિ આચાર્ય શ્રી કનકપ્રભસૂરીશ્વરજી થયા છે. ૧૧
૧ આ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી શ્રીચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય હતા એમની આચાર્ય પદવી એમના વડીલ ગુરબધુ આચાર્ય શ્રી યદેવ સૂરીશ્વરજીના હાથે થઈ. આચાર્ય દેવેન્દ્રસૂરીશ્વરજીએ “ઉપમિતિ ભવ પ્રપંચકથા સારોદ્ધાર ” ગ્રંથ બનાવ્યો છે.