________________
પ્રશસ્તિ
૩૨૭
અવતરણકાર પ્રશસ્તિ;
તપગચ્છના ગગનમાં સૂર્ય જેવા તેજસ્વી આચાર્ય દેવશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી થયા છે. જેઓ ચગનિષ્ટ તરીકે ઘણી પ્રસિદ્ધિને પામ્યા હતા. અનેક ગ્રંથની રચના એમના દ્વારા થઈ હતી.
એ આચાર્યદેવશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય દેવશ્રી કીર્તિ સાગરસૂરીશ્વરજી થયા છે. એમની શાન્તમુદ્રા ભલભલા ભવ્યાત્માઓને આકર્ષે છે અને નમ્રતાના ભંડાર છે.
આચાર્યદેવશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય દેવશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી થયા છે. તેઓ સારા પ્રવચનકારની ગણનામાં આવે છે. એમનું ચારિત્ર સુનિર્મળ ગણાય છે. અને ભવ્યવર્ગમાં એમની પ્રતિભા અજોડ છે. એમના હસ્તક હજારે જિનેશ્વર પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાદિ શાસનના મહામાંગલિક કાર્યો થયા છે.
આચાર્યદેવશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય મુનિ ક્ષમાસાગરે ઉપમિતિ ભવપ્રપંચા કથા સારોદ્ધારનું અવતરણ લખ્યું છે. એ લખવામાં શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયું હોય તે ત્રિવિધ ત્રિવિધ ક્ષમાપના ચાહું છું. પૂજ્ય વગમાંથી મને એની જાણ કરવામાં આવશે એની પરિમાજના કરી આત્મશુદ્ધિ કરીશ.
પરમ પૂજ્ય અનેક તીર્થોદ્ધારક તપાગચ્છીય આચાર્યદેવશ્રી