________________
પ્રશસ્તિ :
ગ્રંથકાર પ્રશસ્તિ સાધુ ભગવંતે એ કર્મરૂપ વિદ્યુતના પાતના ભયથી જેનું શરણું સ્વીકાર્યું છે અને અપાર આતરીક લક્ષમીના ધારણ કરનાર એ શ્રી “ચંદ્રગચ્છ” આ વિશ્વ ઉપર સુપ્રસિદ્ધ છે. ૧
આ ચંદ્રગચ્છની અંદર આચાર્ય શ્રી ભદ્રેશ્વર સુરીશ્વરજી થયા છે. જેઓ ભવ્ય આત્માઓ રૂપ રાત્રીવિકાશી કમળાના વિકાસ માટે સંપૂર્ણ ગેળ અને દેષરહિત નિર્મળ પૂર્વગગનમાં સેળે કળાએ ખીલેલા ચંદ્ર જેવા હતા. ૨
આચાર્યદેવશ્રી ભદ્રેશ્વરસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી થયા છે. જેઓ પૂર્વાચલ ઉપરથી આવી રહેલા સૂર્ય સમા તેજસ્વી હતા અને વિગઈ રહિત તપને કરતા હતા. જેએનું ચિત્ત વિકાર મુક્ત હતું, એવા મહાપુરૂષ ને આનંદ આપનાર ન બને ? ૧૩
૧ આ મહાપુરૂષ કાયમ આયંબિલ કે નીવીને તપ કરતા હશે. “વિકૃત્ય રહિત ” પદથી એવું સૂચન કર્યું જણાય છે. આ શ્લેષ છે.