________________
૩૨૦
ઉપમિતિ કથા સારદ્વાર
વધુ નિર્મળ ભાવે થવાથી મનપર્યવજ્ઞાન થયું. જિનશાસનના એ દિવ્યજ્યોતિર્ધર દીપક બન્યા. જિનશાસનના સહ મણા શણગાર બન્યા.
ભૂતળ ઉપર વિચરીને ઘણા કાળ સુધી એ મહાત્માએ ઉપકાર કર્યો. અન્તમાં એમણે “ધનેશ્વર” નામના મુનિને આચાર્ય પદવી આપી ગચ્છાદિ એમને સેંપવામાં આવ્યું.
પર્વતમાળાની કઈ ગિરિકંદરામાં આચાર્યદેવ શ્રી પુંડરીક ગયા. સંલેખના વિધિ કરી. શુદ્ધ નિજી શીલા ઉપર પિતે “પાદપિગમ” અણસણને સ્વીકાર કર્યો.
સમાધિભાવમાં સ્થિર બન્યા. કેવળજ્ઞાનની ત્યાં પ્રાપ્તિ થઈ. દેવતાઓએ એમની પૂજા કરી. આયુષ્કર્મની પરિસમાપ્તિ થતાં સર્વ કલેશ રહિત એવા પરમપદ મુક્તિસ્થળને પામ્યા. મહાભદ્રા અને સુલલિતાને મેક્ષ:
સાધ્વીજી શ્રી મહાભદ્રા અને સાધ્વીજી શ્રી સુલલિતાએ સંયમની ઘણું સુંદર આરાધના કરી. કર્મોના આવરણે એક પછી એક દૂર કરતા ગયા. નિરતિચાર ચારિત્રનું પાલન કર્યું. અન્તમાં ભક્તપરિજ્ઞા અણુસણને સ્વીકાર કર્યો અનુક્રમે ઘાતી કર્મો ક્ષય થતાં કેવળ જ્ઞાનને પામ્યા અને આયુષ્ય વિગેરે અઘાતી કર્મોને ક્ષય થતાં મેક્ષ પામ્યા.
શ્રીગભરાજા, સુમંગલા રાણી વિગેરેએ દીક્ષા ગ્રહણ કરેલી તે બધા પણ સુંદર ચારિત્રની આરાધના કરી આયુ પૂર્ણ થયા પછી દેવલોકમાં ગયા.