________________
३०१
ઉપમિતિ કથા સારોદ્ધાર
હતા. છતાં તને તે કાંઈ સમાચાર મોકલવાનું પણ મન ન થયું ને?
માતાજી! હું આપને વધુ શું જણાવું? આપને મારા ઉપર કેટલે અને કે પ્રેમ છે, તેને હમણું જ ખ્યાલ આવી જશે. જે આપ પરમ પાવની દીક્ષા લેતા અટકાવશો નહિ અને આપ બન્ને મારી સાથે દીક્ષા લેવા તૈયાર થશે તે હું માની લઈશ કે આપને મારા ઉપર વાસ્તવિક સ્નેહ છે. માત પિતાની દીક્ષા ભાવના:
પુત્રી સુલલિતાને ઉત્તર સાંભળી મગધસેન મહારાજાએ સુમંગલાને કહ્યું, દેવી ! સુપુત્રીને ઉત્તર સાંભળે ને ? એણે તે આ ઉત્તર આપીને આપણા મેઢા બાંધી દીધા છે. આપણી પુત્રી હવે પહેલા જેવી ભેળી રહી નથી. એ પણ પરમાર્થોને સમજતી બની ગઈ લાગે છે. નહિ તે આ સરસ ઉત્તર એ ન આપી શકે.
એણે જે કાંઈ કહ્યું છે એ વિચારીને જ જણાવ્યું લાગે છે. એ ભલે દીક્ષા ગ્રહણ કરે અને આપણે પણ એની સાથે દીક્ષા લઈએ. આ રીતે આપણે આપણે વાસ્તવિક નેહ બતા
ભ્યો ગણાશે અને આપણે પરિપકવ વયના છીએ એટલે દીક્ષા દ્વારા આત્મ કલ્યાણ સાધી શકાશે.
સુમંગલાએ કહ્યું, જેવી આપની આજ્ઞા.
માત-તાતની વાત સાંભળતાં પુત્રી સુલલિતાના અંત૨માં અત્યન્ત આનંદ ઉભરાવા લાગ્યો. માતપિતાના ચરણોમાં