________________
અનુસુંદરનું ઉત્થાન
૩૦૭
ઝુકી પડી. ત્યાર બાદ અનુસુંદર ચકવર્તી સાથે થયેલી વાતે ટૂંકમાં જણાવી.
માતા પિતા એ વાત સાંભળી ઘણાં હર્ષિત બન્યા. એમની દીક્ષાની ભાવનામાં ઘણું અભિવૃદ્ધિ થઈ અને પૂ. આચાર્ય ભગવંત પાસે દીક્ષાની માગણી કરી. સાત મહાનુભાવની દીક્ષા:
અનુસુંદર ચક્રવતી, શ્રી ગભરાજા, કમલિની રાણી, પંડરીકકુમાર, મગધસેન રાજા, સુમંગલા રાણું અને પુત્રી સુલલિતા આ સાત મહાનુભા દીક્ષા લેવા તૈયાર થયા.
આ અવસરે મનદન ઉદ્યાન સુશોભિત બની ગયું. દેવ દેવી અને નરનારીઓથી એ ઉદ્યાન ઉભરાવા લાગ્યું. મેટા મહોત્સવ ચાલુ થઈ ગયા.
મગધસેન રાજાએ રત્નપુરનું રાજ્ય અને શ્રીગલે રાજાએ શંખપુરનું રાજ્ય અનુસુંદર ચક્કીના પુત્ર પુરન્દરને આપી દીધું. એ સમયને યોગ્ય દરેક કાર્ય ઘણીજ ર્તિથી પાર કરવામાં આવ્યા.
આચાર્ય ભગવંતે સાતેને વિધિપૂર્વક દીક્ષા આપી. દીક્ષા આપ્યા બાદ ગુરૂદેવે સંયમના સ્થિરીકરણ માટે સુમધુર ભાષામાં દેશના આપી. સવેને દેશના સાંભળતાં ઘણે જ આનંદ થયો. પછી સૌ પોતપોતાના સ્થળે ગયા. સાધ્વીજી શ્રી મહાભદ્રા પણ ગુરૂદેવની આજ્ઞા લઈ દરેક સાધ્વીઓ સાથે પિતાના ઉપાશ્રયે ગયા,