________________
અનુસુંદરનું ઉત્થાન
૬૧૧
અરે ! એમાં મારે પણ શું દોષ છે? આ રૂઢિ માર્ગ છે. આવું તે જગતમાં ચાલ્યા કરે. સર્વ માણસે પિતાને માથે આવે ત્યારે મુંઝાઈ જાય છે, એમ હું પણ મુંઝાઈ ગઈ. મારે આમાં મુંઝાવું ન જોઈએ એમ માનીને ભવિતવ્યતા કુભાર્યા હોવાથી બીજા લોકોની સાથે કામમાં જોડાઈ જશે.
અરે સુલલિતે ! આવી પરિસ્થિતિમાં તારે અનસુંદર માટે શેક કર ઉચિત નથી. એ મહાત્મા છે. મહાત્માઓને શેક કરાય નહિ.
સમંતભદ્ર આચાર્ય મહારાજા પાસેથી મહાત્મા અનુસંહરની વાત સાંભળી સુલલિતાને શોક ચાલ્યો ગયો. પુંડરીક વિગેરે સાધુ મહાત્માએ પણ ઘણુ ખુશી થયા. સૌએ મહાત્મા અનુસુંદરની આરાધનનાની પ્રશંસા કરી.'
૧ અનુસુંદર એ સંસારીજીવ છે. નિગૅદથી નિકળી મોક્ષે ગયા. એ રીતે આ કથા સંસારીજીવની પૂર્ણ થાય છે. દરેક જીવને વિકાસક્રમ પ્રાયઃ આવો હોય છે.