________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
૩૧૦
એની ચિત્તવૃત્તિમાં ક્ષાંતિ, યા, વિગેરે અન્તઃપુરીએ પ્રગટ થશે. ચારિત્રધમ રાજનું સૈન્ય સેવામાં હાજર થઇ જશે. એ સન્યનું સંવર્ધન અને સ'રક્ષણ કરશે. પેાતાના સામ્રાજ્યના કબજો મેળવશે. મહામેાહાર્દિ શત્રુઓને હણશે. ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ તે કેવળજ્ઞાનની નૈતિને પામશે.
~
આયુષ્ય પૂર્ણ થવા આવશે ત્યારે એ વીરરત્ન સમુદ્દાત' કરશે. શૈલેશીકરણર કરશે. અન્તર’ગજે કાઇ રહ્યા સહ્યા દુશ્મના હશે તેને વીણી વીણી નાશ કરશે. અન્તમાં નિવૃતિ નગરીમાં જઇ પહેાંચશે. ત્યાં પોતાના આત્મબન્ધુઓને મળી જશે. અનન્ત જ્ઞાનના ઘણી થશે. અનંત દનના સ્વામી થશે. અનંત આનંદમાં ઝુલશે. અનંત વીના ભ્રાતા બનશે. આ રીતે શાશ્વત અને સદાનંદના ફળા એ આરોગશે. એ એના સુરાજ્યના અમાપ સુખાના ફળેા મેળવશે. સુલલિતે ! શું એ મહામાનવનેા શાક કરવા ચેાગ્ય છે ?
બીજી તરફ અનુસુંદરની પત્ની ભવિતવ્યતા છે, એના એ અનુસુંદર મહાત્મા ત્યાગ કરશે. મહામહનું બળ ક્ષય થએલુ જોઇ કલ્પાંત કરશે. એ રાકકળ કરશે. એ કહેશે કે “ અરે ! મને કાં એવી દુર્મુદ્ધિ સૂઝી કે હું હંમેશા મહામાહરાજાના જ પક્ષ કરતી રહી. અરે! મારા મનના મનારથા ભાંગીને ભૂક્કા થઈ ગયા. હું નાથ વિઠ્ઠણી વિધવા બની. મહામેાહ તે અધ્રુવ હતા છતાં મેં એને। આદર કર્યાં. ધ્રુવના તિરસ્કાર કર્યાં. મે સ્થિર પદાર્થોના વિચાર ન કર્યાં.
૧-૨ સમુદ્ધાત અને શૈલેશીકરણુ ગુરૂગમથી સમજવા.