Book Title: Upmiti Saroddhar Part 03
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 351
________________ ૩૦૪ ઉપમિતિ કથા સારોદ્ધાર હે અનુસુંદર! પૂજ્ય ! પ્રભુની અને આપની કૃપાથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. આપે જે જે વાતે કહી એ બધી મને આત્મગોચર થાય છે. એ આપની વાતે સર્વથા સત્ય છે. નિઃશંક છે. હવે સંસાર-કારાગૃહથી મારું મન ઉભગી ગયું છે. આપે મારા ઉપર મહાકૃપા વરસાવી દીધી છે. અનુસુંદરે જણાવ્યું, બાળા આ મહાત્મા શ્રી સદાગમ પિતાના ભક્તો ઉપર ઉપકાર કરે છે. એ અકારણુવત્સલ પુરૂષ છે. જેને ! હું ભાવારી કરવા દ્વારા સપડાઈ ગએલે, મહામહિના સૈનિકે મને નરક તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યાં આ પુણ્યપુરૂષે મને સંરક્ષણ આપ્યું છે, મને બચાવે છે એ તે સાક્ષાત જોયું છે. વળી તારે એ વિચાર ન કરે કે “હું મહામુશ્કેલીથી બેધ પામી છું. હું ભાગ્યહીના છું.” એવું દુધ્ધન તારે ન કરવું. આ પૂર્વેના ભામાં મારામાં ઘણાં પાપને કચરે હતે ત્યારે અકલંક વિગેરેએ મને માર્ગે લાવવા ઘણાં જ પ્રયત્ન કરેલા છતાં મને જરા પણ બંધ થ ન હતું. મને એની જરા પણ અસર થએલી ન હતી. જ્યારે મારા પાપકર્મો હળવા થયા અને ત્યાર પછી સુનિમિત્તાદિ મળતાં એ બંધની અસર તરત જ થઈ. કાળ વિગેરે કારણેને વેગ થાય ત્યારે પ્રાણીઓના પાપ હળવા બને છે. પાપ હળવા થયા પછી એને બંધ થાય છે. ગુરૂદેવ તે એમાં સહકારી કારણ બને છે. એ તો માત્ર નિમિત્ત છે.

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376