________________
૩૦૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
પણ તને પુરૂષ જાતિ ઉપર દ્વેષ, તિરસ્કાર અને ધૃણું છે. પૂર્વ ભવના કેટલાક સંસ્કાર સાથે સાથે જ રહેતા હોય છે.
તારી બહેનપણીઓએ જોયું કે તને બહ્મચર્ય ઉપર પ્રેમ છે. તું પુરૂષે ઉપર પ્રેમ રાખતી નથી એટલે તને બ્રાહ્મણ કહે છે. તેને આ વિષયમાં હવે સત્યતા જણાય છે? એ માટેનું કારણ તારી સમજમાં આવે છે?
સુલલિતાએ ઉત્તર વાળે, હે મહાપુરૂષ! આપ કહે એમાં મેળ ન મળે એવું હેય જ ક્યાંથી? આપની બધી વાતે સુઘટિત જ હેય છે. આપની બધી વાતે સુસ્પષ્ટ છે. પણ હું મંદભાગ્યા છું. હું ભાવથી અંધ છું. મારા અન્તઃકરણમાં જ્ઞાનને પ્રકાશ થતું નથી.
એ, મહાપુરૂષ! મારું શું થશે?
આવા શબ્દો બેલી સુલલિતા ઘૂસકે ધ્રુસકે રડવા લાગી. એને નયનમાંથી નીર વહી જતા હતા. પાપના પશ્ચાત્તાપ રૂપ પાવકથી પાપને પ્રજવાળતી હતી. એના આત્માની તિ પ્રકાશિત બનતી ગઈ. રડતી સુલલિતા પ્રતિ અનુસુંદર બેલ્યા. | હે સુભગે! તું વિષાદ ન કર. જરા ધીરી થા. તારૂં એ અજ્ઞાનજનિત કમ લગભગ ક્ષય થવા આવ્યું છે. હે પુણ્યવતી ! તું ભગવાન શ્રી સદારામની ભક્તિમાં લાગી જા. તું એમની તનમનથી આરાધના કર. આ શ્રી સદારામજી અજ્ઞાન રૂપ અન્ધકારને નાશ કરવામાં તેજસ્વી સૂર્ય સમા છે. તને એ પુણ્યપુરૂષના દર્શન થયા એટલે તું પુણ્યવતી છે.