________________
અનુસુંદરનું ઉત્થાન
૩૦૩
પવનના સુસવાટાથી વનદવ એકદમ જોરમાં આવી જાય એમ મહાશય શ્રી અનુસુંદરના પ્રેરક શબ્દરૂપ પવન દ્વારા સંવેગરૂપ અગ્નિ એકદમ પ્રજવલિત બની ગયો. સુલલિતાના અન્તરમાં સંવેગને અગ્નિ ભડકે બળતે થઈ ગયો.
સુલલિતાને જાતિસ્મરણ:
સુલલિતાને ખ્યાલ હતું કે સદાગમ એ સમન્તભદ્રજી પિતે જ છે એટલે તરત જ એમના ચરણે આગળ ઝુકી પડી. ગદ્ગદિત સ્વરે બોલવા લાગી. - હે જગન્નાથ ! એ સદાગમછ! હું અજ્ઞાનરૂપ કાદવમાં રંગદળાઈ ચૂકી છું. હું પુણ્યહીન છું અજ્ઞાન અને પાપ મારામાં ખદબદી રહ્યા છે. આ અજ્ઞાન કાદવમાંથી બહાર કાઢવા માટે આપજ સમર્થ છે. અહો ભાગ્યવંત ! આપશ્રી મુજ જીવનના શરણ છે. અરે ! આપ મારા સ્વામીનાથ છે. પિતા છે. એ તારણહારા! આ આપના ચરણે મૂકેલા સેવકને નિર્મળ કરે. પવિત્ર કરે. ઉદ્ધાર કરે.
આ પ્રમાણે આન્તરવાચાથી બોલતી સુલલિતાના કર્મોના આવરણ એકદમ દૂર થવા લાગ્યા. કર્મના ઘણા વિભાગ તૂટી તૂટી આત્મપ્રદેશથી અળગા થવા લાગ્યા. પૂ. શ્રી સમન્તભદ્રજીને નમસ્કાર કરતાં કરતાં જ જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. એના આનંદને અવધિ ન રહ્યો. તરત જ ત્યાંથી ઉભા થઈ અનુસુંદરના ચરણમાં નમી પડી.
અરે સુલલિતા ! આ શું કરે છે ?