________________
અનુસુંદરનું ઉત્થાન
૨૯૭
એની અસર કાં ન થઈ? તને વૈરાગ્ય કેમ થતું નથી ? તું વાસ્તવિક અગ્રહીતસંકેતા છે. - ભદ્રે ! તું હજુ સમજ. હજુ બેધ પામ, તું જ મદનમંજરી હતી. પુદયે તારો અને મારે મેળ કરાવી આપ્યો હતે. કંદમુનિ અને શ્રી નિર્મળાચાર્યની દેશના યાદ કર. તને આ બધા પ્રસંગે ફરી ફરી યાદ દેવરાવું છું, છતાં તને કેમ જરાય અસર થતી નથી? તેં પણ શ્રી નિર્મળાચાર્ય પાસે મદનમંજરીના ભવમાં દીક્ષા લીધી હતી. એ તારે વિરાગ્ય આજે કયાં ગયો? તું ઉંડે વિચાર કર. તને કાંઈક ખ્યાલ આવે, તું મુંઝા નહિ. તું ધર્મારાધનામાં વિલંબ ન કર. જે તું વૈરાગી બનીશ તે હું મારા આ પરિશ્રમને સફળ માનીશ. પુંડરીકને દીક્ષાના પરિણામ :
અનુસુંદર ચક્રવર્તી દીક્ષા લેવા તૈયાર થયા હતા. એમાં વચ્ચે સુલલિતાના બંધ માટે વાત કરતા હતા. એ વાત રાજકુમાર પંડરીક સાંભળતા હતા. વાત સાંભળતાં પુંડરીક રાજકુમારને મૂછ આવી અને જમીન ઉપર ઢળી પડશે. આ પ્રસંગથી એના માતા-પિતા અને સભાજને આકુળ વ્યાકુળ થઈ ગયા.
તરત જ શીત ઉપચાર કરવામાં આવ્યા. પંખાની હવા નાંખવામાં આવી. પરિણામે થોડા સમયમાં પુંડરીકની મૂચ્છ ઉતરી. એની ચેતના સ્વસ્થ થઈ. એના મુખ ઉપર આનંદની રેખાઓ ઉપસી આવી હતી. નયને હષ વ્યક્ત કરી રહ્યા હતા. એણે પિતાજી શ્રી શ્રીગર્ભને કહ્યું. મારી વાત આપ સાંભળો.