________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
પિતાજી! આપ જ્યારે આ સ્થળે આવ્યા એ અગાઉ ચારના રૂપને ધારણ કરી આ ચક્રવર્તીએ સપૂર્ણ 66 ભવ પ્રપચ” કહી સંભળાવ્યા છે. એ ભવપ્રપચની વાતમાં મને ઘણું સમજાતું ન હતું. કેટલીક વાર્તા વિરૂદ્ધ જેવી પણ જણાતી હતી.
૨૯૮
જે વાર્તાને હું સમજી શકતા ન હતા એ માટે મે એવા વિચાર કરેલા કે આ વાર્તા સાંભળ્યા પછી હું મહાભદ્રાજીને કથાના ભાવાથ પૂછીશ અને વસ્તુસ્થિતિના રહસ્યને સમજી લઇશ.
એટલામાં આપ પણ અત્ર પધાર્યાં. સભા મળી. દીક્ષા ગ્રહણ કરવાની તૈયારીમાં અનુસુ‘દર ચક્રીએ બેાધ માટે સુલલિતાને કહેવુ· ચાલુ કર્યું. એ વાત સાંભળવામાં મને ઘણા રસ પડ્યો. મને ખૂબ મજા આવી. એમાં જાતિસ્મરણ જ્ઞાન થઇ આવ્યું. આ મૂર્છા જાતિસ્મરણ જ્ઞાનની હતી.
હુ પોતે કુલધર હતા. અનુસુદર જ્યારે ગુણધારણના ભવમાં હતા ત્યારે હું એમના મિત્ર હતા. નિળસૂરિજી પાસે મે' પણ દીક્ષા લીધી હતી, નિળાચાર્યના ઉપદેશ આજે પણ મારા હૃદયમાં છે. પૂ. નિળસૂરિજી પાસે “ ભવપ્રપંચ” સાંભળેલ તે સ્મૃતિમાં આવી ગયા છે. મારે જે મહાભદ્રાજીને પૂછવાનુ` હતુ` તે હવે સમાધાન થઈ ગયું છે. ભવથીસંસારના સુખાથી મારૂ' મન વિરક્ત મન્યું છે. આપ મને રજા આપે. હું અનુસુ’દર ચક્રવર્તીની સાથે દીક્ષા લઈ પવિત્ર અનુ.
પિતાજી પાસે દીક્ષાની અનુમતિની વાત રજુ કરતા પુત્રને જો મહારાણી કમલિની ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા.