________________
ચક્રવર્તી ચાર
૨૮૭
તરફથી ઘેરી લીધું. એઓ ઘેરાઈ ગયા. ક્ષમા વિગેરે આન્તર અન્તપુર ગુપ્ત બની ગયું. ત્યાંની ક્ષમા, આર્દેવતા વિગેરે સ્ત્રીઓ મારી અણમાનીતી બની.
મહામેહના રાજ્યની પુનઃ સ્થાપના થઈ. પાપોદય હાજર થઈ ગયે. એની તાકાત વધી ગઈ. મહામહરાજાનું સૈન્ય વધારે ગેલમાં આવી ગયું. પિતાના નગરો વિગેરેની નવરચના કરી. પ્રમત્તતા નદી પૂરજોશમાં વહેતી ચાલુ થઈ ગઈ. તદ્વિલસિત દ્વીપ, ચિત્તવિક્ષેપમંડપ, તૃષ્ણા વેદિકા, વિપર્યાસ સિંહાસન વિગેરે દરેકને પુનરુદ્ધાર કરવામાં આવ્યો. વધુ શું જણાવું? દરેક વસ્તુઓ મહામેહરાજાએ અને એના સેનાનીઓએ નવરચના દ્વારા ઉભી કરી દીધી.
આ પછી અંદરોઅંદર વિચારણા ચાલી. મહામંત્રી વિષયાભિલાષે પિતાના રાજવીઓને જણાવ્યું. હે રાજા-મહારાજાઓ ! આપ સૌ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો અને એના ઉપર શાન્ત ચિત્તે વિચાર કરે.
આપણે સૌએ પહેલા સજજડ હાર ખાધી હતી. જોળે દિવસે તારા જેવાને વખત આવી ગયો હતે. હું એ વાતની એટલા માટે યાદ આપી રહ્યો છું કે આ વખતે આપણને ભૂલથાપ ખાવી ન પડે. કેઈ વાતમાં ઉપેક્ષા કે ગફલત રાખવી અનુચિત છે. કઈ વાતમાં ઢીલ રાખવી નહિ.
- તમે દાઝેલા તો છે જ. આ વખતે એવું યુદ્ધ કરજે કે આપણું રાજ્ય પાછું આપણને જ મળે. તમારા જેશભર્યા યુદ્ધથી