________________
ચકવર્તી ચાર
૨૧
અનુસુંદર ચારઃ
એક વખતે આ જ “મને નંદન” ચિત્યમાં સંઘની મધ્યમાં બેસી આચાર્ય ભગવંત દેશના આપી રહ્યા હતા. મહાભદ્રા, સુલલિતા અને પુંડરીક એમની સન્મુખ બેઠેલા હતા. એઓ પણ દેશના સાંભળી રહ્યા હતા.
એ જ વખતે મારા સૈન્યમાં ખળભળાટ થવા લાગ્યો. સભાજનેનું ધ્યાન કેળાહળ તરફ ગયું. બધાના કાન કૌતુકથી. ઉંચા થઈ ગયા. સુલલિતાએ મહાભદ્રાને પૂછયું, અરે? આ બધી શાની ગરબડ ઉભી થઈ છે ? આ કોલાહલ શાને છે?
મહાભદ્રાએ જણાવ્યું, સુલલિતે ! મને એ સંબંધી કંઈ ખબર નથી.
સુલલિતા અને પુંડરીકને બાધ આપવા સમન્તભદ્રાચાર આ પ્રસંગ ઝડપી લીધો. તેઓ બેલ્યા, અરે પ્રજ્ઞાવિશાલા ! તમે શું બાળક જેવું બેલે છે ? તમને ખબર નથી કે
આ તે મનુજગતિ નામની પ્રસિદ્ધ નગરી છે. આપણે જ્યાં બેઠા છીએ તે એ નગરીને “મહાવિદેહ” નામને મહાબજાર છે. અહીંને રાજ કર્મ પરિણામ છે અને એ ઘણે પ્રસિદ્ધ છે; “કાલપરિણતિ” એના મહારાણી છે; સંસારીજીવ નામને ચેર મુદ્દામાલ સાથે પકડાયે અને દુષ્ટાશય વિગેરેએ રાજાને એ સ. રાજાએ એના વધની આજ્ઞા કરી.
દુષ્ટાશય વિગેરે દંડપાક્ષિકે સંસારીજીવ તસ્કરને વધ માટે આ રાજમાર્ગ દ્વારા “પાપિપંજર” નામના વધ્યસ્થાને લઈ