________________
૨૮૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
પુંડરીક રાજકુમારની પ્રીતિ જેનાગમ ઉપર વધુ સુદઢ બને એવા ઉત્તમ આશયથી મહાભદ્રાજીએ ઉત્તર આપ્યા, હે ભદ્ર સુમતિ ! તવ આ પુણ્યપુરૂષને શ્રી સદાગમ કહે છે અતીન્દ્રિય જ્ઞાનના નિધિ છે. દેવ અને દાન એમના ચરણની ભાવપૂર્વક સેવા કરતા હોય છે.
જ્યોતિષવિદ્યાના વિશારદે આકાશમાં રહેલા તારાઓને ગણવા સમર્થ બની શકે પણ બૃહસ્પતિ આ પુરૂષોત્તમ મહાત્માના ગુણ ગુણ શકવા અસમર્થ થાય. અગણિત ગુણેના આ ભંડાર છે.
રાજપુત્ર પુંડરીકે કહ્યું. આ ! પૂજ્ય! રાત-દિવસ આ પુણ્યપુરૂષ પાસે હું આગમને અભ્યાસ કરવા ઈચ્છું છું. આગમને અર્થ એમના દ્વારા ગ્રહણ કરવા મન થયું છે.
સાધ્વીજી મહાભદ્રાએ એ વાતને હર્ષથી અનુમોદન આપ્યું અને જણાવ્યું, ભદ્ર પુંડરીક ! તારે આ તારી ઈચ્છા માત પિતા પાસે જલદી રજુ કરવી જોઈએ. રાજકુમારે પણ એ વાતને અમલ કર્યો.
માત-પિતાને એ વાત સાંભળી હર્ષ થયા. એમણે પિતાના પુત્રને આગમ અભ્યાસ માટે શ્રી સદાગમ પાસે જઈ સેંપી દીધે, સેંપતી વેળા હૈયામાં હર્ષ અને ભક્તિ હતા.
રાજકુમાર પુંડરીક શ્રી સદાગમ પાસે અધ્યયન માટે રહી ગયે. સુમતિધન કુમાર ગૃહસ્થ યોગ્ય સિદ્ધાન્ત તને અભ્યાસ આનંદપૂર્વક કરે છે.