________________
ઉપમિતિ કથા સારાદ્વાર
મને દર્શન કરાવવા, એ પ્રતાપી પુરૂષના પ્રભાવે હું' પણ આપના જેવી ઉચ્ચદશાને પામી શકું. આદશ વિદુષી અને આદશ સાધ્વી અનું.
૨૭૮
સાધ્વીજી શ્રી મહાભદ્રાએ કહ્યું. સારૂ.
આ દિવસથી સાધ્વીજી મહાભદ્રાની સાથે રાજકુમારી સુલલિતા પૂ. સમન્તભદ્રજીની દેશના સાંભળવા અને પરિચય સાધવા જતા હતા. એમની ચેાગ્ય સેવા કરતા હતા. સુલલિતાને શ્રી સદાગમની સેવામાં અતિઆનંદ થતા હતા.
વિહાર :
કેવળી ભગવ ́ત શ્રી સમન્તભદ્રાચાય ને અત્ર રહેતા માસકલ્પ પૂર્ણ થવા આન્યા એટલે એમણે સાધ્વીજી મહાભદ્રાને કહ્યું, મહાભદ્રા! તમારૂ જ ઘામળ ક્ષીણ થયુ` છે, તમારી કાયા વિહાર કરવા અસમર્થ છે, માટે તમે શ`ખપુરે જ રહેા. તમારે અહીં રહેવું યાગ્ય છે.
અમે હવે અન્યત્ર વિહાર કરીશુ. અવસરે પાછા ક્ષેત્રસ્પશના હશે તે તમારી ચિત્તસમાધિ માટે આવીશું. અમે અહીં રહ્યા એમાં તમારા લાભના ઉદ્દેશ હતા. તમારી જાગૃતિ અને હિતચિતા ખાતર અમે અત્ર માસકલ્પ કર્યો છે, સાધ્વીજી જ્યાં
૧- માસકલ્પઃ સાધુઓએ મહત્વના કારણ વિના શેષકાળમાં ક્રાઇ પણ ક્ષેત્રમાં એક માસથી વધુ ન રહેવું તે. આ પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં નિયત છે.
( સુમેાધિકા, )