________________
૨૮૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
જઈ રહ્યા છે. આ કેલહલ એને છે. બાળકની કીકીયારીઓએ એમાં ઘણું જ વધારે કરી મૂકયો છે.
સુલલિતા તે આ સાંભળી સજજડ બની ગઈ. એને તે ભારે આશ્ચર્ય થતું હતું. એણીએ મહાભદ્રા પ્રતિ જોયું અને કહ્યું કે આપ તે મહાભદ્રા નહિ પણ પ્રજ્ઞાવિશાલા છે. - અરે! આ તે શંખપુર નગર છે. કાંઈ મનુજગતિ નગરી નથી. આપણે તે ચિત્તરમ ઉદ્યાનમાં છીએ. આ કાંઈ મહાવિદેહ બજાર નથી. અહીં તે શ્રીગમાં મહારાજા છે, નહિ કે કર્મ પરિણામ મહારાજા. કમલિની રાજરાણીનું નામ છે. કાલપરિણતિ નામ નથી. આ ભગવંત શું કહી રહ્યા છે? મને કાંઈ સમજાતું નથી. બધું જ નવું નવું લાગે છે. ભગવંતના બેલ મને સમજાતા નથી.
સમંતભદ્રજીએ જણાવ્યું, વત્સ! તું વાસ્તવિક ભાવેને સમજી શકતી નથી. તે ખરેખર અગૃહીતસંકેતા છે. તું જરા ધીરી થા. તને પણ તારા આ પ્રશ્નોના સમાધાન થઈ જશે.
સુલલિતા પિતાનું નામ આચાર્યશ્રી સમંતભદ્રજી દ્વારા બીજું સાંભળી એના આશ્ચર્યમાં વધુ ઉમેરે થયે. અરે ! ભગવતે તે મારું નામ પણ બદલી નાખ્યું.
આર્યાં મહાભદ્રા સમન્તભદ્રજીના કહેવાના તાત્પર્યને સમજી ગઈ હતી. એણને ખ્યાલ આવી ગએલો કે ભગવંત કેઈ નરકે જનાર પાપી આત્માની વાત કહી રહ્યા છે. નરકગામી જીવની
૧ જુ ભા. ૧, પૃ. ૭૧.