________________
ચક્રવર્તી ચોર
૨૭૭ ,
સદાગમ પરિચય:
મહાભદ્રાની વાત સાંભળી રાજકુમારી સુલલિતાને સમન્તભકેવળી તરફ પ્રીતિ થઈ તેથી બેલી. હે પૂજ્ય ! એ પૂજ્ય સદાગમને પરિચય મને પણ કરાવે ને ? મને પણ એમની વાતે અને એમના ઉપદેશને સાંભળવાનું મન થયું છે.
ઘણું સારું, ઘણું સારું, તને ધન્યવાદ છે.” એમ સાધ્વીજી શ્રી મહાભદ્રાએ કહ્યું અને તરત જ બને કેવળી ભગવંત સમન્તભદ્ર-સદાગમ પાસે ગયા. વંદના કરી એમની સન્મુખ બેઠક લીધી.
કેવળ ભગવંતની સૌમ્યાકૃતિ જોઈને રાજપુત્રી સુલલિતા આનંદિત બની ગઈ. એમની દેશના સાંભળતાં જ હૈયામાંથી હર્ષ ઉભરાવા લાગ્યા. સદાગામ પ્રતિ ખૂબ જ નેહાળ બની ગઇ. એના હૈયામાં સદાગમ વસી ગયા. સુલલિતાએ સાધ્વીજી મહાભદ્રાને કહ્યું:
પૂજ્ય ! આપ કૃતાર્થ છે. મહાપુણ્યવાન છે. અને પુણ્યસમૂહના ઉદયના લીધે જ આપને આવા પુણ્ય પુરૂષને પવિત્ર પરિચય થયો છે. આપની જેટલી પ્રશંસા કરે તેટલી ઓછી છે.
હું મંદભાગ્યા છું. મેં મારા આ નયનેથી ત્રણ લોકના બન્ધને જોયા નથી તેથી મારા જેવી કમનશીબ વ્યક્તિ કેણું હશે? આર્યોઆપ પણ સ્વાર્થી નીકળ્યા. આટલા દિવસે સુધી મને આ પુણ્યપુરૂષના શા માટે દર્શન ન કરાવ્યા? હું વર્ષોથી આપની સાથે છું છતાં આ ભેદ કેમ રાખે ? આવું તે સ્વાર્થીપણું હોય? ખેર? હવેથી તે રેજ એ પુણ્યપુરૂષના