________________
વ્યક્તિઓ અને સસરાને ચાર આવેલ આ બધા કણ? જ્ઞાની મિલન થયે પૂછીશું એ નિર્ણય કર્યો.
પત્ની અને મિત્ર સાથે ગુગુધારણ આહ્વાદમંદિર ફરવા જતાં કંદમુનિનો પરિચય થયો. દેશના સાંભળી સદાગમ અને સમ્યગદર્શન સાથે મૈત્રી થઈ. ચિત્તવૃત્તિમાં મહારાજાના ત્યાં ખળભળાટ થયો ચારિત્રધર્મરાજ ગૃહિધર્મને મેક. સદ્ગણુસારતા પત્ની સાથે ગઈ. દેશના પછી ગુણધારણે ગૃહિધમને સ્વીકાર કર્યો. સ્વપ્નફળ કંદમુનિને પૂછયું. મુનિએ નિમરિજી ને એ વાત પૂછવા જણાવ્યું. કંદમુનિએ વિહાર કર્યો. કાળક્રમે મધુરાજા સ્વર્ગવાસી બન્યા. ગુણધારણ રાજવી બન્યો. નિરાસક્તભાવે રાજ્ય કર્યું. ગૃહિધમની સુંદર આરાધના કરી.
એક દિવસે “કલ્યાણ” સેવકે આલ્હાદમંદિર ઉવાનમાં નિર્મળસૂરિ કેવળી પધાર્યાની વધાઈ આપી, તેથી ગુણધારણ પરિવાર સાથે વંદના કરવા ગયા. દેશના સાંભળી. કંદમુનિએ ગુણધારણના સ્વપ્નને ખુલાસો પૂછો. પૂ. નિર્મળસુરિજી એ કહ્યું કે કનકદર રાજાને સ્વપ્નમાં કમપરિણામ, કાળપરિણતિ, સ્વભાવ અને ભવિતવ્યતા હતા અને ગુણધારણને એ ચાર ઉપરાંત પુણ્યોદય સ્વપ્નમાં આવેલ. ગુણધારણને સુખદેનારા આ પાંચ અંતરરંગ મનુષ્યો છે. ગુરૂદેવે આ પ્રસંગે પૂર્વ ભવમાં પુણ્યોદયના પ્રતાપે જે સંસારીજીવે સુખ અનુભવેલા તે વર્ણવી બતાવ્યા. મહરાજ અને ચારિત્રરાજનું સવરૂપે જણાવ્યું. - ગુણધારણ! તું જે સુખ ભોગવી રહ્યો છે. તે તુરછ છે. પણ તું જ્યારે શાંતિ, દયા, મૃદુતા, સત્યતા, ઋજુતા, અચરતા, બ્રહ્મરતિ, મુકતતા, માનસી વિદ્યા અને નિરીહતા કન્યાઓ સાથે લગ્ન કરીશ ત્યારે તને અપૂર્વ સુખ મળશે. છ માસ નિર્મળ અંતરથી સત્ત્વગુણને કેળવ જેથી કમ પરિણામ પ્રસન્ન બની એ કન્યાઓ તને આપશે. ઉતાવળ ન કર.