________________
૧૩૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
યંગ્યને કહું મિત્ર ! મેં વહાણને રત્નોથી ભરી દીધું છે અને હવે મારે દેશમાં જવા વિચાર થાય છે. હું તારી પાસે એટલા માટે આવ્યો છું કે આટલા દિવસમાં તે કેટલાં રત્ન મેળવ્યા અને કયારે સ્વદેશ પાછા ફરવું છે?
ચારુએ કહ્યું ત્યારે ગે પિતાના રને દેખાડ્યા, એટલે ચારુએ કહ્યું, મિત્ર! બસ આટલા જ રત્ન મેળવ્યા? કેમ ઓછા રત્ન મેળવ્યા?
ગે પિતાની વિગત જણાવી. મનમાં ઘણું શરમ ઉપજી. ચારુએ કહ્યું, મિત્ર ! આપણે પરદેશ શા માટે આવ્યા છીએ? ઉદ્યાને અને ઉપવન માં ફરવા કે રને કમાવવા? તું એ વાતને ભૂલી આળશમાં દિવસે આ કાજે ગૂમાવ્યા? આવું વતન શોભાસ્પદ ગણાય? તે રને હજુ ઘણાં ઓછા મેળવ્યા છે એટલે મને ઘણું દુઃખ થાય છે. હવે તું ઉદ્યાને વિગેરેમાં ફરવાનું તજી દે. રત્નસંચય કરવામાં ઉદ્યમી થા. સ્વાર્થભ્રષ્ટ થવું આપણા માટે હિતકારક નથી.
ચારુની વાત સાંભળી ગ્યના મુખ ઉપર શરમના શેરડા છૂટયા. પિતાના ભૂલોની કબુલાત કરી અને નમ્રતા પૂર્વક કહ્યું, મિત્ર! મને માફ કર. તું થોડા દિવસ હજુ રત્નકીપ કાઈ જા. હું ભારે પરિશ્રમ કરીને મારું વહાણ રત્નથી ભરી દઉં. મારે મિત્ર મારી વિનંતિ જરૂર સ્વીકારશે.
ચારુએ કહ્યું, બહુ સારૂ અને ગ્ય રત્ન મેળવવામાં ગૂંથાઈ ગયે.