________________
૨૩૦
ઉપમિતિ કથા સાહેદ્ધાર
કર્યો એનું આ પ્રત્યક્ષ પાપ છે કે અમે જડ જેવા બની ગયા. અમારાથી ઘણી જ અગ્ય ભૂલ થઈ.
અમારે એ સ્વામી છે, અમે એના સેવકે બની રહેવા ઈચ્છિએ છીએ. જે આ અદશ્ય બંધનેથી મુક્ત બનીએ તે એના અત્યપણાને સ્વીકાર કરીએ. આ વિચાર કરતાં કેઈએ એમને બંધન મુક્ત કર્યા.
એ મુક્ત બનેલા વિદ્યાધરો તરત જ મારી પાસે આવ્યા અને મારા ચરણોમાં ઝુકી પડ્યા. બે હાથ જોડી બેલ્યા, હે દેવ! અમારે અપરાધ ક્ષમા કરે. અમેએ મોટી ભૂલ કરી છે. હવે અમે કદી આપનાથી વિરૂદ્ધ નહિ કરીએ. અમે આપના વફાદાર સેવક બની સેવા કરીશું.
આ ચમત્કાર જેઈને રાજા કનકદર અને એના સેનિ. કેને પણ ધ શાંત બની ગયે. એના પણ અદશ્ય બન્ધને દૂર થઈ ગયા. એ સૌ છૂટા થઈ ગયા અને બને સૈન્યના સૈનિકે પરસ્પર મલ્યા. આનંદ! આનંદ !!
બને સૈન્યના વિદ્યાધરમાં આનંદ આનંદ પ્રસરી ગયે. વાતાવરણ ભીષણ હતું એ ભવ્ય અને ખુશનુમા ભર્યું બની ગયું. આનંદ આનંદ છવાઈ ગયે.
મારા પિતાજી મધુવારણ મહારાજાને આ સમાચારની જાણ થઈ એટલે એઓ પણ હર્ષઘેલા બની ગયા. પરિવાર સાથે આહ્વાદમંદિર બગીચામાં આવી પહોંચ્યા. દૂરથી આવતા