________________
રાજ્ય અને ધમ
૨૩૩
મિત્ર કુલધર તરત જ રાજસભામાં ગયા. ત્યાં અનેક વિદ્વાના વિદ્યમાન હતા. પિતાજી પણ હતા. સ્વપ્નની વાત ત્યાં સંભળાવી અને સૌ એ ઉપર વિચાર કરવા લાગ્યા. સૌએ એક મત થઈ જણાવ્યું.
રાજેન્દ્ર ! સ્વપ્નમાં આવેલ વ્યક્તિએ કાઇ દેવા હાવા જોઇએ. કુમારશ્રીને એ ઘણા અનુકૂળ છે. અને એમના પ્રતાપે જ કુમારશ્રીને મદનમ ́જરી તેમજ વિદ્યાધરાનું આધિપત્ય વિગેરે મળ્યું છે. પ્રસન્ન અનેલા તેઓએ કુલધરને સ્વપ્નમાં આ વાતા જણાવી લાગે છે
હું આ વખતે રાજસભામાં હાજર હતા. મને વિચાર આવ્યા કે કુલધરે સ્વપ્નમાં પાંચ મનુષ્યા જોયા છે. અને મારા સસરા કનકેાદર મહારાજાએ મદનમ’જરીની લગ્નની ચિંતા વખતે ચાર મનુષ્ય સ્વપ્નમાં જેએલા હતા. એમણે કનકેાદર મહારાજાને જણાવેલું કે તમે પુત્રીના વરની ચિંતા ન કર. અમે એનેા વર શેાધી રાખ્યા છે.
સ્વપ્નમાં આવનારા આ બધા કાણુ દેવા છે ? મારા માટે આટલી બધી ચિંતા કેમ કરે છે ? મારું ઇષ્ટ કરવામાં એમને શે! લાલ હશે? આ વાતામાં કાંઇ ગુપ્ત રહસ્ય લાગે છે. મને કાંઈ સમજ પડતી નથી.
કોઈ સમર્થ જ્ઞાની ગુરૂભગવ'તનેા સચૈાગ મળશે, ત્યારે હું આ સંબધી પ્રશ્નોના સમાધાન મેળવીશ. આવે વિચાર કરી મેં એ વાત મનમાં રાખી સભામાં મે મારી શકા જાહેર ન કરી.