________________
૨૪૪
ઉપમિતિ કથા સાહાર
ગુરૂદેવ- રાજનું એવું કદી ના માનશે. સુખ દુખમાં તારી યોગ્યતા એ મુખ્ય કારણ છે અને પુણ્યોદય, કર્મપરિ ણામ વિગેરે સહકારી કારણે છે. તે મુખ્ય છે અને એ પાંચે ગૌણ છે.
ગુણધારણ- ગુરૂદેવ ! મારા કાર્ય પ્રસાધનમાં આટલા જ કાર્યસાધક કારણે છે કે એ વિના પણ બીજા કાર્યસાધક કારણે હેઈ શકે છે?
ગુરૂદેવ- રાજન ! બીજા પણ અનેક કારણે છે.