________________
ઉન્નતિ અને અવનતિ
૨૫૧
ગુરૂદેવનો માસ કપ પૂરો થયો એટલે એમણે વિહાર કર્યો. હું (ગુણધારણ) ગુરૂદેવની આજ્ઞા મુજબ વર્તતે હતા. વિદ્યા સાથે મારો પ્રેમ સંબંધ વધતે ગયો. હું એને ખૂબ ચાહતે. એના કહેવાથી હું ધર્માનુષ્ઠાનમાં આગળ વધત ગયો. સબંધ “ ચિત્તવૃત્તિ” અટવીમાં મને લઈ ગયો. નવા પરિચય :
સાધે ત્યાં બે મનુષ્યો અને ત્રણ નારીઓના દર્શન કરાવ્યા. એમને પરિચય આપ્યો. બે પુરૂષમાં આ પુરૂષને “ધર્મ ” કહેવાય છે અને બીજાને “શુકલ ” કહેવામાં આવે છે. આ નરરત્ન છે. સૌને હિતકારી છે.
ત્રણ નારીઓ અનુક્રમે પીતા પડ્યા અને શુકલા ” નામથી જાણીતી છે. એક કરતા બીજી અને એના કરતા ત્રીજી વધુ ઉત્તમ છે. ગુણેમાં ચડીયાતી અને નિર્મળ નિર્મ. ળતર અને નિર્મળતમ છે. ખુલતા પીળા, લાલ અને શ્વેત વણી છે. એઓ માતા જેવી હિતસ્વી છે. - ધર્મ અને શુકલ તમારા અતઃકરણમાં પ્રવેશ કરનારા છે. પીતા અને પદ્મા એ ધર્મની પેષણપ્રદા નારીઓ છે. શુકલા માત્ર શુકલને પિષણ આપે છે.
આપે ધર્મ, શુકલ અને પીતા, પદ્મા, શુકલાનું પોષણ કરવું. એમને પ્રસન્ન રાખવા. આપને એ દ્વારા ઘણે જ લાભ થશે. - સદ્દબેધને મેં ઉત્તરમાં કહ્યું, આપે જે કહ્યું તે હું બધુ અમલમાં મુકીશ. આપનુ વચન મારે સર્વથા માન્ય છે.