________________
ઉપમિતિ કથા સારાહાર
સ્નેહ હદથી વધારે થયેા. સુલલિતાએ માપતાને કહ્યું કે મારે હવે સાધ્વીજી શ્રી મહાભદ્રાના ચરણકમળમાં રહેવું છે. આપ અનુજ્ઞા આપે. હું એમની સાથે દેશ વિદેશ વિચરીશ.
૨૭૦
પ્રેમાળ પુત્રીની આવી માગણી સાંભળી માતા સુમંગલા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. રાજાએ કહ્યું, દેવી ! આવું રૂદન કેમ કરેા છે.? પુત્રીને જે રીતે આનંદ થાય એ એને કરવા દે. આ રીતે એના મનને સુખશાંતિ થશે. તમે રડો નહિ. ધીરજ ધરા.
મારા વિચાર છે કે એ સાધ્વીજી શ્રી મહાભદ્રાજી પાસે ભલે રહે. ભલે સાથે વિચરે, પણ સુલલિતાએ ગૃહસ્થપણે ત્યાં રહેવું. અમને પૂછ્યા વિના દ્વીક્ષાનુ નામ પશુ લેવું નહિપિતાજીની આજ્ઞાના સુલલિતાએ સ્વીકાર કર્યાં. માત તાતનેા ઉપકાર માન્યે.
પિતાજીની આજ્ઞાથી સુલલિતા સાધ્વીજી શ્રી મહાભદ્રાજીની નિશ્રામાં રહે છે. પૂર્વના સ્નેહને કારણે એણીને ત્યાં ગાઢતું પણ હતું. દેશેાદેશમાં એ વિચરવા લાગી.
સુલલિતાનું' જ્ઞાનાવરણીય ક્રમ તીવ્ર હતું. એને સારી રીતે ભણાવવાના પ્રયત્ન કરવામાં આવતા છતાં એ ભણી શકતી ન હતી. સાધુ સાધ્વીના આચારે કે શ્રાવકાના કબ્યા પણ ખ્યાલમાં રહેતાં નહિ. સૂત્ર કંઠસ્થ કરવાની તે વાત જ કયાં રહી ? અજ્ઞાન પણ થતું ન હતું.
ફરતા ફરતા સાધ્વીજી શ્રી મહાભદ્રા શંખપુર ” નગરે
re