________________
ચક્રવર્તી ચાર
૨૭૧
આવ્યા. સુલલિતા શ્રાવિકા સાથે હતી. સાધ્વીજી નંદશેઠના ઘરમાં ઘંઘશાળાએ ઉતર્યા.' પુંડરીક :
આ શંખપુર નગરમાં “શ્રીગ” રાજવી રાજ્ય કરતા. હતા. એ મારા (અનુસુંદરના) મામા થતા હતા. એમને “કમલિની ”રાણુ હતી. એ રાણુ સાધ્વીજી મહાભદ્રાના માસી થતા હતા.
ઘણે સમય લગ્ન કરે થયો છતાં રાજા રાણીને એક પણ સંતાન ન થયું એટલે કમલિની રાણુએ અનેક માનતાઓ કરી. અનેક ઔષધે અને બીજા અનેક પ્રયત્ન કર્યા. પુત્રવિહેણી નારી શા શા પ્રયત્ન કરતી નથી? ' ગુણધારણના ભવને મારો મિત્ર કુલંધર ઉત્તરોત્તર પુણ્યકાર્ય કરીને ભવિતવ્યતાની આજ્ઞાથી રાણું કમલિનીની કુક્ષીએ આવ્યું. એ વખતે કમલિનીને એક સ્વપ્ન આવ્યું.
એક સુલક્ષણે સુંદર પુરૂષ સ્વપ્નમાં આવ્યો. મુખદ્વારા શરીરમાં પ્રવેશ કર્યો. વળી બહાર નીકળી કઈ પુરૂષની સાથે ચાલે ગયે. કયાં ગયે એ ખ્યાલમાં ન આવ્યું.
કમલિની રાણીએ સ્વપ્નની વાત પિતાના પતિદેવને જણાવી. પતિદેવ શ્રીગર્ભ રાજાએ કહ્યું કે તારે એક સુલક્ષ
૧ ઘંઘશાળાઃ ઘરમાં શ્રાવકો સામાયિક પૌષધ કરવા માટે એક સ્થળ, ઓરડો વિગેરે રાખે છે. અથવા ઘરની બાજુમાં એવું મકાન રાખે છે. સાધુધર્મની પરિભાવના માટે કે આત્મચિંતવન માટે ખાસ ઓરડે રખાય તે ધંધશાળા