________________
ચક્રવર્તી ચાર
૨૭૩
આયે ! ગુણશીલ રાજપુત્ર પુંડરીક યોગ્ય વયે મારે શિષ્ય બનશે. એ નાને છતાં ઘણાં જ ગુણે એનામાં છે. પુણ્યશાળી આત્મા છે. તમારે રાજ રાજભવને જવું. એમના માતપિતાને રાજી રાખવા. એથી ઘણે લાભ થશે.
આપની આજ્ઞા મારે શિરસાવંદ્ય છે.” એમ સાધ્વીજી શ્રી મહાભદ્રાએ જણાવ્યું. ત્યાર બાદ પિતાની વસતીમાં આવ્યા અને રેજ જભવને જવા આવવાનું રાખ્યું. ગુરૂદેવની આજ્ઞાને અમલ ચાલુ કર્યો. સુલલિતાને સંદેહ: અને સમાધાન:
રાજકુંવરી સુલલિતા ફરતી ફરતી કુતુહળથી એક વખતે ચિત્તરમ ઉદ્યાનમાં આવી ગઈ. એવામાં કેવળી ભગવંત શ્રી સમન્તભદ્ર જોવામાં આવી ગયા. દેશના ચાલતી હતી એમાં નાગરીકેમાંથી કેઈએ પ્રશ્ન કરેલો કે હે ભગવંત! અમારા રાજાને પુત્ર શ્રી પુંડરીક કુમાર કે થશે ?
કેવળી ભગવંતે કહ્યું, પુણ્યવાન ! જેમ જેમ એ માટે થતું જશે એમ એ ગુણવાન બનતે જશે. રત્નને આધાર રત્નાકર છે તેમ આ પુંડરીક ગુણરત્નને આધાર ગુણાકર છે.
આ શુભકર્મ પરિણામ મહારાજા અને શુભકાલપરિણતિ મહારાણુને એ પુત્ર થાય છે. એમણે જ આ ગુણશીલ પુત્રને ઉત્પન્ન કર્યો છે. આ પુત્ર સ્વયં ભવ્યપુરૂષ છે. પોતે જ સુમતિ છે. તેથી અનુક્રમે સર્વગુણનું એ સુમતિ-પુંડરીક કેન્દ્ર સ્થાન બનશે.. . . .
-