________________
ઉન્નતિ અને અવનતિ
૨૫૯
નામ ગંગાધર રાખવામાં આવ્યું. અમારૂં ક્ષત્રિય કુળ હતું. ગંગાધર તરીકે મારો યશ ઘણે વિખ્યાત થયે.
યોગ્ય ઉમરને થયો ત્યારે મને જાતિસ્મરણ જ્ઞાન થયું. સુષ” નામના આચાર્યદેવ પાસે મેં સંયમને સ્વીકાર કર્યો. દીક્ષા સુંદર રીતે પાલન કરવાથી ભવિતવ્યતા મારા ઉપર પ્રસન્ન બની. એણે નવીન ગુટિકા આપી અને અન્ત હું બીજા રૈવેયકે ગયા. ત્યાં મારી સ્થિતિ વીશ સાગરેપમની હતી.
એ રીતે અનુક્રમે હું પાંચે વૈવેયકમાં ગયો. ત્યાં પાંચમામાં સત્તાવીશ સાગરોપમનું આયુષ્ય મારૂં હતું. વચ્ચેના ભમાં મનુષ્ય બની સંયમ લેતે. એક પછીના બીજા રૈવેયકમાં સુખ વધુને વધુ વધતું જ રહેતું. સિંહની દીક્ષા:
પાંચમાં ગ્રેવેયકમાં સત્તાવીશ સાગરેપમ સુધી ભૌતિક સુખે ભેગવ્યા પછી ભવિતવ્યતાએ મને નવીન ગુટિકા આપી. એના પ્રતાપે હું માનવાવાસ તરફ રવાના થયે.
ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં “શંખ” નામનું એક નગર હતું. ત્યાં મહાગિરિ અને ભદ્રા નામના દંપતી હતા. હું એમને ત્યાં અવતર્યો. અમે રાજવંશીય હતા. મારી બાહ્ય શરીરાકૃતિ ઘણીજ સુડોળ હતી. મારું નામ “સિંહ” રાખ્યું.
અનુક્રમે હું યૌવન વયમાં આવ્યું. આ અવસ્થામાં મને ધર્મબંધુ” નામના વિદ્યાવાન સાધુ ભગવંતને સંગ થયે. એમના ઉપદેશથી રાજવૈભવ તજી દીક્ષા ગ્રહણ કરી.