________________
૨૬૧
ઉન્નતિ અને અવનતિ ચાલી. વિષયાભિલાષ મંત્રી સાથે ગુપ્ત વિચારણાઓ થઈ. શત્રુની યોજના :
આખરે નિર્ણય કરવામાં આવ્યો કે હાલમાં “જ્ઞાનસંવરણ” રાજા “મિથ્યાદર્શનને ” લઈ સંસારીજીવ પાસે જાય. “શૈલરાજ” ગૌરવત્રય સાથે જાય. ખરેખર એની પાછળ સુસજ્જ બની રૌદ્રાભિસબ્ધિ”એ ગમન કરવું અને ત્યાર બાદ “આર્તાશયે ” જવું. એ પછી “કૃષ્ણા, નીલા, કાપતા ” પરિચારિકાઓ આપમેળે ત્યાં આવી પહોંચશે. આપણે સૌએ પ્રમત્તતાનદીના તીરે અડ્ડો જમાવી યુદ્ધ માટે તૈયાર રહેવું.
મહામંત્રી વિષયાભિલાષના નિર્ણયને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો. અને એને અમલ પણ ચાલુ કરી દીધે. પ્રમત્તતાના પ્રવાહમાં :
મહામહના મોકલેલા સૈનીકો મારી પાસે આવતા ગયા તેમ મારા વિચાર તરગોમાં પરાવર્તન થવા લાગ્યું.
મને થવા લાગ્યું, શું મારું જ્ઞાન ? શું મારો યશ? મારા જેવી વિદ્વત્તા છે કયાંય ? જુવેને ! ભલભલા પંડિતે મારી પાસે મોમાં આંગળા નાખી જાય છે. હાલમાં હું યુગપ્રધાન છું. શૈલરાજ અને જ્ઞાનસંવરણે મારા ઉપર આધિપત્ય મેળવ્યું. અભિમાનમાં આવી પ્રમાદી બન્યા. ભણેલું ભૂલતો થયો. ઉપરના સાડાચાર પૂર્વ સર્વથા ભૂલી ગયે.
હું અજ્ઞાન બનવા લાગે. અજ્ઞાન થાય એટલે મિથ્યાત્વ