________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
અભ્યાસ કરવામાં હું ઘણા આગળ હતા. ચેાડા સમયમાં દ્વાદશાંગીના સપૂર્ણ અભ્યાસ કર્યાં. સદાગમને મારી ઉપર ઘણા સ્નેહ થયા. એ મારી પાસે રહેવા લાગ્યું.
૨૬૦
સપૂર્ણ દ્વાદશાંગીના સૂત્ર અને સારા અભ્યાસી અને ચેાગ્ય હાવાથી ગુરૂદેવે મને આચાય પદવી આપી અને ગચ્છાધિપતિ બનાવ્યેા. મારી આચાય પદવીના ઉત્સ વમાં દેવતાઓ પણ આવ્યા. ઉત્સવની ઉજવણી દેવતાઓએ કરી. બધા લેાકેામાં મારી યશઃપ્રભા ફેલાણી,
ધીરે ધીરે મારા ગુણ્ણાની પ્રસંશા વિસ્તરતી ગઈ તેમ હું... વધુ પ્રસિદ્ધ બનતા ગયા. સારા સારા સજ્જના મારા તરફ આકર્ષવા લાગ્યા. વાદવિવાદમાં હું હેલાઇથી વિજય મેળ વતા હતા. મારા વ્યાખ્યાનમાં અજખનું આકર્ષણ હતું. એથી શ્રોતાઓને સમુહ ઘણાં જ વધુ પ્રમાણમાં રહેતા. રાજાએ પણ મારા ભક્તા બન્યા. શિષ્યાની સખ્યા સારી થઇ ગઇ. યશેાગાથા તા અધિક અધિક ફેલાતી ગઈ.
મારી વિદ્વત્તા અને સાધુતાના કારણે મારા નિર્મળ યશ ઘણા ફેલાતા જોઇ ભવિતવ્યતાના પેટમાં તેલ રેડાયું. ઈર્ષાની ઉધેહી એના અન્તરને કેરી ખાવા લાગી. એ મારી ઋષિ સિદ્ધિ. અને માન સન્માન ન સાંખી શકી. એને ભારે અદે ખાઈ થઇ આવી.
મહામહાદિની સભા એણે ભરાવી અને જણાવ્યુ કે સ’સારીજીવ અત્યારે સિંહ નામના આચાય અની બેઠા છે. તમે એના ઉપર હલ્લા કરે તેા તમારા વિજય થશે. મંત્રણાઓ