________________
૨૬૨
.
ઉપમિતિ કથા સારોદ્ધાર
આવે જ. તેથી મિથ્યાદર્શનને આધીન બન્યો. મારી આંતરચેતના મૂઢ બની ગઈ. પ્રમત્તતા નદીમાં તણાવા લાગે.
દ્ધિ ગૌરવે મને હડફેટે લીધો. એના લીધે મને મારા શિષ્યો, ભક્ત, માન, સન્માન વિગેરેમાં મમત્વ વધતો ગયો. ભક્તવર્ગની બહુલતાના કારણે સરસ રસવાળા પદાર્થો મળતા ગયા એટલે એના સ્વાદમાં લપટા. સુંદર સંથારા, આસને વસ્ત્રો મળતા ગયા અને હું મૃદુસ્પર્શ શેખીન બની ગયે. મેં ઉગ્ર વિહારે ત્યજ્યા. આરામી બન્યું. શિથિલતાએ મને પિતાના ભરડામાં લઈ લીધો. આ રીતે મારા અધપાતના પગરણ મંડાતા ગયા. નિગોદમાં :
શ્રી કર્મ પરિણામ મારા ઉપર આવા વર્તનથી ઘણું જ નાખુશ બન્યા. પાપદયને મારી પાસે ધકે. પાપદયની સાથે મહત્તમ “તીવ્રમેહદય” અને “અત્યન્ત અબોધ” સેનાપતિ આવ્યા. આ ત્રણેએ મને સંકજામાં લીધે. ભવિતવ્યતાએ ક્રેધિત બની એક ગુટિકા આપી અને હું એના પ્રતાપે વનસ્પતિના પ્રથમ મહોલ્લામાં પહોંચી ગયો. હું હવે નિગોદમાં ગયો.'
મારે જીવનકમ બદલાઈ ગયે. આ નિગોદ અપવરકમાં નવી નવી ગુટિકાઓ મળતી ગઈ અને ભવ ઉપર ભવ મારા
ચૌદપૂર્વના અધ્યયન અને સાધુતાની પ્રાપ્તિ પછી પણ મોહ અને પ્રમાદ આત્માની કેવી કરૂણ દશા સજે છે એને ચિતાર આ પ્રકરણમાં છે. ઉન્નતિ પછી અવનતિ તે આનું નામ.